ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.
મનહરલાલ ચોક્સી

(ઉદાસ થઈ જાશે) – મિલિન્દ ગઢવી

તું મળે તો ઉજાસ થઈ જાશે
આંખનો પણ વિકાસ થઈ જાશે

ચાલ તારા વિચારમાં આવું
એ બહાને પ્રવાસ થઈ જાશે

એમ માનીને રોજ જીવું છું
કાલે દુનિયા ખલાસ થઈ જાશે

એક દિ’ આ બધાં સ્મરણ તારાં
મારી ગઝલોના પ્રાસ થઈ જાશે

એને મંદિરની બ્હાર ના કાઢો
ખાલી ખોટો ઉદાસ થઈ જાશે

– મિલિન્દ ગઢવી

સાદ્યંત સંતર્પક ગઝલ. પ્રિયતમાના વિચારમાં જવા જેટલાથી પણ પ્રવાસ થઈ ગયો હોવાની વાત તો ગઢવી જ કરી શકે!!

 

6 Comments »

  1. Mayurika Leuva said,

    June 13, 2019 @ 5:09 AM

    નાવીન્યપૂર્ણ!

  2. મયૂર કોલડિયા said,

    June 13, 2019 @ 7:18 AM

    વાહ…. બધા શેર મજાના….

  3. Tejal said,

    June 13, 2019 @ 7:30 AM

    What you can say for a person who is perfect.. passionate…

    એમનું સર્જન વાંચો તોય મહેફીલ મંડાય

  4. Rashi said,

    June 13, 2019 @ 12:32 PM

    Amazing… 👌👌👌
    Ene mandirni bahar na kadho,
    Khali khoto udas thai jashe…
    👏👏👏

  5. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    June 13, 2019 @ 8:18 PM

    સરસ ગઝલ, કવિશ્રીને અભિનદન, આપનો આભાર……

  6. Bharat Bhatt said,

    June 14, 2019 @ 12:09 AM

    બધાય શેર સરસ.વારંવાર વાંચવા ગમે.
    અંતિમ શેર એ નિચોડ.
    એને મંદિરની બહાર ના કાઢો
    ખાલી ખોટો ઉદાસ થઇ જશે
    સ્મરણોનું મંદિર.
    યાદોનો તાજમહાલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment