ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.
પારુલ ખખ્ખર

આપણી વચ્ચે – મુકેશ જોષી

આપણી વચ્ચે હવે નક્કર થતી આ લાગણીનું શું કરીશું?
સૂર્યના ચિક્કાર પડતા તાપ વચ્ચે એક ટુકડો બર્ફ લઈને ક્યાં ફરીશું?

ને, હવાના આ સુકોમળ અંગ પર હું શબ્દની પીંછી લઈ તવ નામ દોરું ને
હવાનું અંગ આખું રણઝણે
કોક, મનની પાર, પેલે પાર તારા નામની નદીઓ ભરે ખાલી કરે ને
તરફડેલી માછલી જેવું મળે મનને ખૂણે
હોય ના રેતી, કશે ના છીપ કે ના શંખ ના મોતી અરે ના જળ : કહે
એવા કોઈ દરિયા મહીં ક્યાંથી તરીશું? … આપણી વચ્ચે.

દૂર પેલા આભમાં બેઠેલ તારાઓ લગોલગ હોય તોયે થાય શંકા કે
કદીયે હાથ બેના સ્પર્શને અડતા હશે?
પારકા આકાશમાંના ચંદ્રમાની કુંડળી સાથે કદીયે આપણા
જન્માક્ષરો મળતા હશે?
રાતના અંધાર વચ્ચે આ પ્રણય-ઝબકારનો કોઈ લિસોટો પામવાને
આભનો ટેકો મૂકી ધરતી ઉપર ક્યારે ખરીશું? … આપણી વચ્ચે.

-મુકેશ જોષી

 

ધન્ય થઈ ગયો…..!! આટલું સરસ ગીત આજસુધી નજરે જ નો’તું ચડ્યું…..!! માસ્ટરપિસ !!!!! ટિપ્પણીના કોઈપણ શબ્દો ઝાંખા જ પાડવાના….. આ ગીત તો અનેકાનેકવાર વાંચવું-મમળાવવું જ રહ્યું…..

6 Comments »

  1. Rohit Kapadia said,

    June 5, 2019 @ 6:04 AM

    ખૂબ જ સુંદર રચના. ધન્યવાદ
    રેતી, છીપ, મોતી અને જળ વગરનાં દરિયામાં તરવાની વાત.
    પારકા આકાશના ચંદ્રમાની કુંડળી અને આપણા જન્માક્ષરની
    સરખામણી…. લાગણીના થીજેલા બરફને પીગળાવી દે એવી
    રચના.

  2. NARESH SHAH said,

    June 5, 2019 @ 9:50 AM

    ન દેી ઓ ભ્ રે should it not be ભ લે ?

  3. વિવેક said,

    June 6, 2019 @ 1:58 AM

    @ નરેશ શાહ:

    આભાર.
    નદીઓ ભરે અને ખાલી કરે જ બરાબર પંક્તિ છે.

  4. Vijay Bhatt (Los Angeles) said,

    June 6, 2019 @ 8:00 PM

    તારા નામની નદીઓ ભરે, ખાલી કરે, ને

    અલ્પ વિરામ્…

  5. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    June 6, 2019 @ 9:58 PM

    સરસ ગીત,કવિશ્રી ને અભિનદન, આપનો આભાર…

  6. Nilesh Rana said,

    June 6, 2019 @ 10:25 PM

    Sunder Rachana

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment