એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(વાહ-વા!) – શબનમ

યાદ આવ્યા તું અને તારી વફા
એટલે મેં હોઠ બે સીવી લીધા.

સાંજ સાથે રોજ ઢળતી એષણા
સૂર્ય ઉગતા રોજની પાછી જફા !

શું કીધું ? એની કથા બેદાગ છે ?
કેટલા ભ્રમ પાળશો રોજે નવા !

એક મિસરો માંડ જ્યાં બોલ્યા અમે
સ્તબ્ધતામાં જઈ સરી આખી સભા

જે રીતે ઘેરે તણખલાને અગન
એ રીતે ઘેરી રહી છે વાહ-વા!

– શબનમ

સરળ અને સહજ. ગઝલમાંથી પસાર થતાં સમજાય છે કે ગઝલ સહજભાવે આવી હશે અને આયાસ ઓછા કરવા પડ્યા હશે, એટલે ટાંકા-ટેભા ઓછા નજરે ચડે છે. વફાની વ્યાખ્યા કવયિત્રી ખૂબ સરસ રીતે બે જ પંક્તિમાં આપે છે : સામું પાત્ર વફા નિભાવી જાણે કે ન જાણે, નાયિકા નિભાવી જાણે છે -બખૂબી…!

13 Comments »

  1. પૂર્વી બ્રહ્મભટ્ટ said,

    June 7, 2019 @ 1:19 AM

    Wah shabnam

  2. Yasmin said,

    June 7, 2019 @ 1:52 AM

    Very nice ….Third pakti mane bahu j gami . Reality sudhi koi pochi sakti nathi .. bharhmo nava nava rachata hoy … hakikat ni katha bedag chhe … Wah wahh👌🏻👌🏻👌🏻👌🏻

  3. મયુરિકા લેઉવા-બેંકર said,

    June 7, 2019 @ 2:14 AM

    સુંદર ગઝલ.

  4. Bharat said,

    June 7, 2019 @ 2:44 AM

    વાહ….વાહ…

  5. Shailesh Patel said,

    June 7, 2019 @ 3:05 AM

    Nice line Shabnamben

  6. Mohamedjaffer Kassam said,

    June 7, 2019 @ 6:13 AM

    THE ABSOLUTE TRUTH

  7. કમલ પાલનપુરી said,

    June 7, 2019 @ 8:21 AM

    વાહ…

  8. Dhaval Shah said,

    June 7, 2019 @ 10:25 AM

    જે રીતે ઘેરે તણખલાને અગન
    એ રીતે ઘેરી રહી છે વાહ-વા!

    – સરસ !

  9. Bharat Bhatt said,

    June 7, 2019 @ 11:41 PM

    વાહ, સરસ ગઝલ.
    વફાની પણ વાહ
    રહસ્યમય મૌન વાહ.

  10. jugalkishor said,

    June 8, 2019 @ 7:29 AM

    વાહની હવા સરસ પ્રસરી છે.

    લયસ્તરો પર મૂકેલી એમની ત્રણેય રચના મેં સાચવી લીધી છે. કંઈક લખવું છે તેથી. મંજૂરી મળશે તેમ માનું છું.

  11. વિવેક said,

    June 10, 2019 @ 7:44 AM

    @ જુગલકિશોરભાઈ:

    મંજૂરી આપનાર અમે વળી કોણ?

    કવિની કવિતા પર અધિકાર એકમાત્ર કવિનો. અને બીજો ભાવકનો. કવિ રચના રમતી મૂકે એ પછી એનું અર્થઘટન અને વિવેચન કરવું એ ભાવકનો અબાધિત અધિકાર છે…

    આપ કંઈક લખશો તો અમને પણ કંઈક જાણવા મળશે.

    આભાર.

  12. Shabnam Khoja said,

    June 13, 2019 @ 4:43 AM

    ખૂબ ખૂબ આભારી છું આપ સર્વેની.. 🙏🙏🙏🙏

  13. Vijay rana said,

    June 23, 2019 @ 11:48 PM

    Great sabnam.i make folder i keep for ever.
    U have great telent.and pour heart in your gazal. Keep up beta i see your future is bright
    Vijay rana
    Usa

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment