કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
આદિલ મન્સૂરી

(અવસર થતી) – મયંક ઓઝા

ક્ષણ મટીને એ જ ક્ષણ અવસર થતી
ખુદને ભૂંસીને નદી સમદર થતી

એક ખોવાયેલ ટહુકો સાંભળી
ચાર દીવાલો ફરીથી ઘર થતી

માત્ર શ્રદ્ધામાં જ છે તાકાત એ,
મૂર્તિ પથ્થર મટી ઈશ્વર થતી

હાથ લાગ્યો એક જાદુઈ ચિરાગ
હર સ્થિતિમાંથી ખુશી હાજર થતી

થાય ઘંટારવ અને પ્રગટે દીવા
સાંજ ટાણે આરતી ભરતી થતી

– મયંક ઓઝા

નખશિખ સો ટચનું સોનું. આવી ગઝલ આજકાલ જવલ્લે જ હાથ ચડે છે. એક-એક શેર અદભુત. એક-એક શેર વિશાળ ભાવવિશ્વ લઈને આવ્યો છે…

4 Comments »

  1. Pooanam said,

    April 12, 2019 @ 2:52 AM

    એક ખોવાયેલ ટહુકો સાંભળી
    ચાર દીવાલો ફરીથી ઘર થતી…
    Aaha…

  2. મયુર કોલડિયા said,

    April 12, 2019 @ 4:10 AM

    વાહ…. સરસ ગઝલ…

    અંતિમ શેરમાં ભરતીની જગ્યાએ ભીતર હશે.

    અંતિમ શેરનું ભાવ-વિશ્વ બહ મસ્ત…

  3. જયેન્દ્ર ઠાકર said,

    April 12, 2019 @ 10:36 PM

    બધા જ શેરો અદભુત, પાણીદાર છે
    આ શેર વાંચી જગજીત જિની ગઝલ… શરઝુકાઓગે તો પથ્થર દેવતાઘો જાયેગા..યાદ આવી ગઇ…
    માત્ર શ્રદ્ધામાં જ છે તાકાત એ,
    મૂર્તિ પથ્થર મટી ઈશ્વર થતીજ

  4. Bharat Bhatt said,

    April 19, 2019 @ 12:14 AM

    નદી પર અલગ અલગ અંદાઝ અને ભાવમાં અનેક કવિયો વહ્યા છે !
    સરસ ગઝલ .આ પણ અલગ અંદાઝ વાંચવા મળ્યો.
    લયસ્તરો નું એક ઉચ્ચ સ્ટેટ્સ છે. તે જાળવી રકાવા બદલ અભિનંદન.

    દરિયાનું માપ કાઢવા નીકળી નદી અને ખોવાઈ ગઈ.
    — એક કવિશ્રી (નામ યાદ નથી)
    બડે લોગોંસે મિલને મેં હંમેંશ ફાસલા રખના
    જહાં દરિયા સમુન્દર સે મિલા દરિયા નહિ રહેતા
    બશીર બદ્ર.
    ભરત ભટ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment