કિનારા આંબવા દોડી,
આ મારા શ્વાસની હોડી.
બધી મંઝિલ છે ફોગટ, જો
મળે મઝધારને છોડી.
વિવેક મનહર ટેલર

(મારામાં) – નેહા પુરોહિત

હું નહીં, કોઈ અલગ મારામાં,
કોરી માટીનો કસબ મારામાં!

ફેફસામાં ધૂણી ધખતી કાયમ,
કાળજે કોઈ કસક મારામાં..

જોગ સાધ્યો મેં વિજોગણ બનવા,
હું પરમ ને હું પ્રગટ મારામાં..

ચીર દાતણની કરી નાખે સહુ,
પણ કબીરાની ખટક મારામાં..

ના, અગોચરની કથા આ તો નહિ,
ગેબની કોઈ ઝલક મારામાં!

– નેહા પુરોહિત

ખૂબ હળવેથી હાથમાં લેવાની રચના… ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા પ્રયોજાતા છંદમાં મજાનું કામ…

7 Comments »

  1. Neha Purohit said,

    April 5, 2019 @ 2:54 AM

    લયસ્તરોનાં ગુલદસ્તામાં મારું આ પુષ્પ ઉમેરવા માટે ગૌરવની લાગણી અનુભવુ છું.

  2. Rina Manek said,

    April 5, 2019 @ 10:13 AM

    Waaahhhhhj

  3. Bharati gada said,

    April 5, 2019 @ 11:49 AM

    વાહ ખૂબ સુંદર
    જોગ સાધ્યો મેં વિજોગણ બનવા,
    હું પરમ ને હું પ્રગટ મારામાં..

  4. Babu said,

    April 5, 2019 @ 1:42 PM

    ઉત્તમ ઉમદા

  5. લલિત ત્રિવેદી said,

    April 6, 2019 @ 3:14 AM

    Waah… સરસ ગઝલ… અભિનંદન

  6. Lalit Trivedi said,

    April 6, 2019 @ 3:24 AM

    વાહ… ખૂબ સરસ… અભિનંદન

  7. Pooana said,

    April 12, 2019 @ 2:31 AM

    હું નહીં, કોઈ અલગ મારામાં,
    કોરી માટીનો કસબ મારામાં!
    Waah !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment