જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.
~ અનિલ ચાવડા

અછાંદસોત્સવ: ૦૮: સમુદ્ર -સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.

સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

સર્જનપ્રક્રિયાનું વર્ણન અહીં કવિ સમુદ્રના રૂપકથી કરે છે.

ભાષાને સમુદ્ર કહી છે. દેવો અને દાનવોએ – એટલે કે જગતના સારા અને નસરા પરિબળોએ- વલોવીને સરળ કરી નાખી એ પહેલાની ભાષા સુધી કવિ પહોંચ્યા છે. ભાષા પહેલા શબ્દ હતો ને શબ્દ પહેલા સ્વર હતો. ને એનાથી ય પહેલા આદિ રવ હતો – એને પુરાણોમાં નાદ-બ્રહ્મ કહ્યો છે. આપણે ત્યાં વેદના સમયથી નાદ-બ્રહ્મ નો મહિમા છે. સાહિત્ય અને સંગીત બધું એમાંથી ઉતારી આવ્યું છે. ખરા કવિ થવું હોય તો એ નાદ-બ્રહ્મ સુધી પહોંચવું પડે.

વડવાનલ એ સર્જનપ્રક્રિયા સાથે વણાયેલી વેદનાનું પ્રતીક છે. ભીંજાવું (એટલે કે સર્જન કરવું) અને દાઝવું (એટલે કે વેદનામાંથી પસાર થવું) બન્ને અભિન્ન છે.

કવિ ભાષા-સાગરમાં ડૂબકી મારીને આવે તો શું લઈને આવે? એ ભૌતિક કિંમત ધરાવતું કાંઈ ના લાવે. એ તો માત્ર લાવે – આંખમાં નવી ચમક, નવા વિચારો, નવી રચનાઓ!

આ કવિતા મારા દિલની બહુ નજીક છે. વારંવાર હું આ કવિતા વાંચતો રહું છું. કવિએ જે વાત સર્જનપ્રક્રિયા મારે કરી છે એ જ વાત બીજા કોઈ પણ કામને લાગુ પડે છે. કોઈ પણ ચીજનો ખરો અભ્યાસ કરવો હોય તો એના મૂળ સુધી ઉતારવું જોઇએ. અને વેદનામાંથી- જેને આજની ભાષામાં લર્નિગ કર્વ કહે છે- પસાર થવાની તૈયારી રાખવી જ પડે. સાચો અભ્યાસ કર્યા પછી જે જ્ઞાન મળે છે તેને ઉંચકીને ફરવું પડતું નથી. એ તો આંખમાં સ્વતઃ ચમકતું રહે છે.

6 Comments »

  1. Nehal said,

    December 15, 2018 @ 4:54 AM

    વાહ! સુંદર રચના અને અદ્દભૂત આસ્વાદ!
    લયસ્તરો ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐

  2. Himanshu Jasvantray Trivedi said,

    December 15, 2018 @ 3:47 PM

    સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
    ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
    હું મરજીવો નથી
    હું કવિ છું.
    જે છે તે કેવળ મારી આંખોમાં.

    -સિતાંશુ યશશ્ચંદ્ર
    વાહ સરસ અને સુંદર રીતે કહેલ ‘રૂપક’….સિતાંશુ જી એક ગહન અને સરળ વ્યક્તિત્વ છે.

  3. pragnaju said,

    December 15, 2018 @ 5:24 PM

    અદભૂત કવિતાનું મા ડૉ ધવલભાઇ દ્વારા સ રસ રસદર્શન.
    વીસ -બાવીસવર્ષ પહેલાં કવિતાના એક અંકમાં આ કવિતાની છેલ્લી ત્રણ પંક્તિ વાંચી હતી અને એ કાયમ માટે હૃદયસ્થ થઈ ગઈ હતી ત્યાર બાદ ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા સહર્ષ રજૂ કરે છે આપણા સર્વોચ્ચ કક્ષાના કવિ-નાટ્યકાર-વિચારક શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર
    ‘સાગરને તળિયેથી હું બહાર આવું
    ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
    હું મરજીવો નથી. હું કવિ છું.’ વાચી.ઘણા ખરા બ્લોગમા અને લયસ્તરોમા પણ ત્રણ વાર પ્રગટ થયેલી આ કવિતા માણીએ ત્યારે સહજ અનુભવાય કે આવી કવિતા પ્રયત્નથી ન લખાય. જેમનુ વિશુદ્ધિ ચક્ર જાગૃત થાય ત્યારે તે તો ભીતરમાંથી જ પ્રગટે !
    તેમને સાંભળવા એક લ્હાવો છે તો માણો
    પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર,ભાગ 1 – એક … – YouTube
    https://www.youtube.com/watch?v=oRLOkl2NzVQ – Translate this page
    Video for youtube સિતાંશુ યશશ્ચંદ્ર▶ 22:21
    Oct 17, 2017 – Uploaded by Pratilipi (Gujarati)
    સાહિત્ય વિશે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા અને સતત ચિંતન- મનન કરતા કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર સાહિત્ય વિશે .પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર, ભાગ 2 – એક … – YouTube
    https://www.youtube.com/watch?v=t6UHCdJ4W3A – Translate this page
    Video for youtube સિતાંશુ યશશ્ચંદ્ર▶ 17:14
    Oct 24, 2017 – Uploaded by Pratilipi (Gujarati)
    સાહિત્ય વિશે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા અને સતત ચિંતન- મનન કરતા કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર સાહિત્ય વિશે

  4. ketan yajnik said,

    December 15, 2018 @ 5:26 PM

    ?

  5. pragnaju said,

    December 16, 2018 @ 7:54 PM

    સુંદર રચના અને અદ્દભૂત આસ્વાદ!

  6. Pragna Vyas said,

    December 22, 2018 @ 10:55 PM

    અદભૂત કવિતાનું મા ડૉ ધવલભાઇ દ્વારા સ રસ રસદર્શન.
    વીસ -બાવીસવર્ષ પહેલાં કવિતાના એક અંકમાં આ કવિતાની છેલ્લી ત્રણ પંક્તિ વાંચી હતી અને એ કાયમ માટે હૃદયસ્થ થઈ ગઈ હતી ત્યાર બાદ ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા સહર્ષ રજૂ કરે છે આપણા સર્વોચ્ચ કક્ષાના કવિ-નાટ્યકાર-વિચારક શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર
    ‘સાગરને તળિયેથી હું બહાર આવું
    ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
    હું મરજીવો નથી. હું કવિ છું.’ વાચી.ઘણા ખરા બ્લોગમા અને લયસ્તરોમા પણ ત્રણ વાર પ્રગટ થયેલી આ કવિતા માણીએ ત્યારે સહજ અનુભવાય કે આવી કવિતા પ્રયત્નથી ન લખાય. જેમનુ વિશુદ્ધિ ચક્ર જાગૃત થાય ત્યારે તે તો ભીતરમાંથી જ પ્રગટે !
    તેમને સાંભળવા એક લ્હાવો છે તો માણો
    પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર,ભાગ 1 – એક … – YouTube
    https://www.youtube.com/watch?v=oRLOkl2NzVQ – Translate this page
    Video for youtube સિતાંશુ યશશ્ચંદ્ર▶ 22:21
    Oct 17, 2017 – Uploaded by Pratilipi (Gujarati)
    સાહિત્ય વિશે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા અને સતત ચિંતન- મનન કરતા કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર સાહિત્ય વિશે .પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર, ભાગ 2 – એક … – YouTube
    https://www.youtube.com/watch?v=t6UHCdJ4W3A – Translate this page
    Video for youtube સિતાંશુ યશશ્ચંદ્ર▶ 17:14
    Oct 24, 2017 – Uploaded by Pratilipi (Gujarati)
    સાહિત્ય વિશે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા અને સતત ચિંતન- મનન કરતા કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર સાહિત્ય વિશે …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment