શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

અછાંદસોત્સવ: ૦૩ : રાતે- – જયન્ત પાઠક

રાતે ધરતી પર
ઢળી પડેલા આકાશને
પ્રભાતે
પંખીઓની પાંખોએ
ઊંચકી લીધું, અધ્ધર !

– જયન્ત પાઠક

લાંબા લાં…બા અછાંદસ કાવ્યોમાં પોતાના અસ્તિત્વનો ખાલીપો રેડ્યે જનાર કવિઓ માટે આ અછાંદસ કાવ્ય લાલ બત્તી ધરે છે. અહીં, એક પણ શબ્દ, સૉરી, એક અક્ષર પણ વધારાનો નથી. સાવ પાંચ જ પંક્તિઓ અને ૧૨ જ શબ્દોમાં કવિએ અદભુત કામ કર્યું છે…

કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure. આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર-નીચે, દૂર-નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !

8 Comments »

  1. ડો.મહેશ રાવલ said,

    December 9, 2018 @ 1:07 AM

    આપની વાત સાથે શત પ્રતિશત સહમત, વિવેકભાઇ !
    કવિએ ખરા અર્થમાં ‘ગાગરમાં સાગર’ સમાવ્યો છે.

  2. ketan Yajnik said,

    December 9, 2018 @ 7:26 AM

    Give me the power to select the ŕighř words and i will change the world

  3. pragnaju said,

    December 9, 2018 @ 9:19 AM

    💖 પક્ષીઓ ગાય , છોડ ધ્વની છોડે, પાણી ખળખળે ..
    પંખીઓની પાંખોએ
    કેટલું બધુ કહે છે !
    ઊંચકી લીધું, અધ્ધર !
    મા વિવેકજીનું રસદર્શન-‘થોડા ચબરાકીભર્યા શબ્દોની જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !’ આહ્લાદક છે સાથે -વિજ્ઞાનની દ્રુષ્ટિએ પક્ષીઓની પાંખની ટોચના પીંછા એટલી હદ સુધી વળે છે કે, એ ઊભી દિશામાં આવી જાય છે. આવા આકારના કારણે પાંખોની લંબાઈ ઓછી હોવા છતાં તેઓ વધારે ઊંચું અને સારી રીતે ઊડી શકે છે. એ જ આકારમાં એન્જિનિયરોએ વિમાનની પાંખો બનાવી. યાદ અપાવે
    येन स भवत्यपदेशः शब्दः द्रव्यश्रुतमिति।
    गुणे सम्यक. मिथ्यात्वका संचय काल ..

  4. Nashaa said,

    December 9, 2018 @ 11:25 AM

    ઝાડ
    – શ્રી દલપત પઢિયાર

    એક દિવસ
    સોસાયટીના સૌએ ભેગા થઈને
    વીજળીના તારને નડતો
    લીમડો કાપી નાંખ્યો  !

    તે રાતે વગડાનાં બધાં ઝાડ
    મારી પથારીમાં આવ્યાં હતાં.
    મારું એકેય  મૂળ
    રાતું થયેલું ન જોતાં
    એ બિચારાં પાછાં વળી ગયાં !

    હું ઘણી વાર
    ઉંઘમાંથી જાગી જાઉં છું.
    બારણામાં ઝાડના પગલાં સંભળાય છે, મને.
    મારામાં
    મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ
    હું ફરી પાછો
    ફણગી જઈશ એવી મને બીક લાગવા માંડી છે !

    આજે બીજું ઝાડ કપાયું છે , આ વાસમાં.
    રાત્રે
    કોઈ બારણું ખખડાવે તો કહેજો :
    એ અંહી સૂતો નથી ……! 

    – taken from ‘ Beyond the Beaten Track :
      offbeat poems from Gujarat’- translated
      in English by Pradip N. Khandwalla

  5. Nashaa said,

    December 9, 2018 @ 11:29 AM

    ઝાડ
    – શ્રી દલપત પઢિયાર

    એક દિવસ
    સોસાયટીના સૌએ ભેગા થઈને
    વીજળીના તારને નડતો
    લીમડો કાપી નાંખ્યો  !

    તે રાતે વગડાનાં બધાં ઝાડ
    મારી પથારીમાં આવ્યાં હતાં.
    મારું એકેય  મૂળ
    રાતું થયેલું ન જોતાં
    એ બિચારાં પાછાં વળી ગયાં !

    હું ઘણી વાર
    ઉંઘમાંથી જાગી જાઉં છું.
    બારણામાં ઝાડના પગલાં સંભળાય છે, મને.
    મારામાં
    મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ
    હું ફરી પાછો
    ફણગી જઈશ એવી મને બીક લાગવા માંડી છે !

    આજે બીજું ઝાડ કપાયું છે , આ વાસમાં.
    રાત્રે
    કોઈ બારણું ખખડાવે તો કહેજો :
    એ અંહી સૂતો નથી ……! 

    – taken from ‘ Beyond the Beaten Track :
      offbeat poems from Gujarat’- translated
      in English by Shri Pradip N. Khandwalla

  6. વિવેક said,

    December 10, 2018 @ 7:41 AM

    આભાર દોસ્તો…

  7. Ankur Banker said,

    December 25, 2018 @ 6:29 PM

    અદ્દભુત

  8. વિવેક said,

    December 26, 2018 @ 1:28 AM

    આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment