કોઈએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.
શીતલ જોશી

એકાંતે તરસું છું હું……..– તુષાર શુક્લ

વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.

ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.

વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.

મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.

– તુષાર શુક્લ

2 Comments »

  1. suresh shah said,

    August 1, 2018 @ 4:16 AM

    bahu saras ramtiyar geet keep it up.

  2. Anil Shah.Pune said,

    November 4, 2020 @ 12:11 AM

    પ્રિય, વરસાદી માહોલ માં,
    આમ કોરો ના રે…
    લઈલે મને આશ્લેષ માં,
    આમ છોરો ના રે….
    આવી મૌસમ માં મળવાનું તું ગોત,
    કારણ ભીના થવાનું તું ગોત,,
    આવ તું વાદળો ની વસ્તી માં,
    આમ એકલ ખોરો ના રે…..
    વરસાદ માં ભીની ભલે છોરી છું,
    તારા વગર સાબુદી કોરી છું,
    મબલખ રહે પણ ફોરો ના રે……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment