ઓગળે દેહ ના અમસ્તો કંઈ,
શ્વાસ નક્કી અગનપિછોડી છે!

મોતને આપવા જીવન પાસે,
જાતની એક ફુટલી કોડી છે!
– હર્ષા દવે

ડૂબ્યા ! – માધવ રામાનુજ

આ સમયને પાર કરવા નીકળ્યા-
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!

સ્વચ્છ, પાવન, પારદર્શી વહેણ કેવું?
દોડતાં પહોંચ્યા અને મૃગજળમાં ડૂબ્યા.

નામ સંબંધોને નહોતું આપવાનું-
નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.

જે દીવાએ સ્હેજ અજવાળું વધાર્યું-
એ દીવાની મેશના કાજળમાં ડૂબ્યા.

પ્રેમની વાતોય લાગી પ્રેમ જેવી,
એમ ને એમ જ અમે અટકળમાં ડૂબ્યા.

કોઈ માને કે ન માને, સત્યનું શું?
સ્વપ્ન જે જોયાં હતાં, ઝાકળમાં ડૂબ્યા.

પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં,
તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!

સાવ પોતાનું જ લાગ્યું હોય એવા,
આંસુ જેવા એ રૂપાળા છળમાં ડૂબ્યા!

આ સમયને પાર કરવા નીકળ્યા,
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!

– માધવ રામાનુજ

[ સૌજન્ય :- inmymindinmyheart.com – ડો. નેહલ વૈદ્ય ]

મૃદુ ભાષામાં તાતા તીર વછોડ્યા છે…..જેમ કે ‘ પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં, તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા! ‘

3 Comments »

  1. 👑 🅰.🅱.ßāđśhãh 👑 said,

    July 30, 2018 @ 4:50 AM

    Nice really super

  2. suresh shah said,

    July 30, 2018 @ 9:02 AM

    નામ સંબંધોને નહોતું આપવાનું- નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.
    સંબંધોને નામ નથી હોતા. એ ભીતરના માહ્યલામા રહે. નામ આપવા જતા, જુઓ – કેવા અંજળમા ડૂબ્યા. આપણે એમ પણ કહીએ કે અંજળ ખૂટ્યા.

    પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં, તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!

    નેહલબેનની વાતમા તથ્ય છે – તાતા તીર છોડ્યા છે. આંખો પર જ્યારે પર્વગ્રહ ના પડળ હોય ત્યારે સત્ય પારખવું અઘરુ છે. ઘોડાને લીલા ચશ્મા પહેરાવી સુકુ ઘાસ ખાવાનું કહેવા જેવી વાત છે. પૂર્વગ્રહ બંધાય ત્યારે સામી વ્યક્તિ શું કહે છે એ સાંભળવાની તમા પણ નથી રહેતી.
    આસ્વાદ કરાવવા બદલ આભાર.
    – સુરેશ શાહ, સિંગાપોર

  3. suresh shah said,

    July 30, 2018 @ 9:34 AM

    વાહ્!
    સરયૂ પરીખ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment