રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

ચિંતા થાય – કિરણસિંહ ચૌહાણ

રસ્તા જ્યારે સીધા થાય,
ત્યારે લોકો વાંકા થાય.

લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય.

બે જણ જ્યારે સરખા થાય,
ચારેબાજુ પડઘા થાય.

ખૂલે ભેદ પછી પણ શું?
થોડા દિવસ હોહા થાય.

આભ ગમે જે બાળકને,
અંગૂઠા પર ઊંચા થાય.

– કિરણસિંહ ચૌહાણ

ટૂંકી બહેરની અને સાવ સહજ ભાષામાં લખાયેલી ગઝલ. બધા જ શેર શીરાની જેમ તરત જ ગળે ઊતરી જાય એવા. પરંપરાનો હાથ ઝાલીને ચાલતી હોવા છતાં રચનામાંથી સાંપ્રત સમાજનો પડઘો સંભળાયા વિના રહેતો નથી.

8 Comments »

  1. SANDIP PUJARA said,

    August 2, 2018 @ 4:26 AM

    વાહ… ખરેખર…. વાંચીને મજા આવી ગઈ હો

  2. Poonam said,

    August 2, 2018 @ 4:54 AM

    લોહી ન નીકળે, પીડા થાય,
    એ જખ્મોની ચિંતા થાય…
    Waah !

  3. Poonam said,

    August 2, 2018 @ 4:57 AM

    લોહી ન નીકળે, પીડા થાય,
    એ જખ્મોની ચિંતા થાય… Waah !

  4. Pravin Shah said,

    August 2, 2018 @ 6:52 AM

    સાદી, સીધી, સરળ અનૅ સુન્દર !
    ખૂબ ગમી.

  5. Ketan said,

    August 2, 2018 @ 10:22 AM

    Wah

  6. yogesh shukla said,

    August 3, 2018 @ 6:49 PM

    શું સુંદર રચના છે !!!!!!
    વાહ કવિ શ્રી કિરણસિંહ ચૌહાણ
    એક એક શેર
    સવા શેર ,,,,,,,,

  7. Harshad said,

    August 5, 2018 @ 1:58 PM

    ખૂબજ સુન્દર !

  8. yogesh shukla said,

    August 23, 2018 @ 4:28 PM

    મારા પ્રિય કવિ શ્રી કિરણસિંહ ચૌહાણ ની ગઝલ હોય અને એમાં એક એક શેર દમદાર ન હોય એવું બને જ નહિ ,….વાહ કવિ શ્રી કિરણસિંહ ચૌહાણ
    શરૂઆત ,
    રસ્તા જ્યારે સીધા થાય,
    ત્યારે લોકો વાંકા થાય.
    સમાપન ,
    આભ ગમે જે બાળકને,
    અંગૂઠા પર ઊંચા થાય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment