આભમાં આઘા ભમો તો,
ગીધડાં ! બે પળ ખમો તો..
તાજું સગપણનું મરણ છે.
વિવેક મનહર ટેલર

સખી, આંખોનું આયખું તો કેટલું ? – તુષાર શુક્લ

સખી, આંખોનું આયખું તો કેટલું ?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું

આંખો તો આંગણું ને આંખો તું ઉંબરો
ને આંખો તો સોણલાની કેડી
આંખો તો ઓસરી ને આંખો તો ઓરડો
ને આંખો તો સોણલાની મેડી

સખી, સોણલાનું આયખું તો કેટલું ?
ઝીણા ઝાકળમાં સૂર્ય હશે એટલું !

આંખો ને સોણલાને પળનો સંબંધ
તો ય સોણલા તો આંખોની સ્હાયબી
સોણલા વિનાની આંખ, જાગ્યાનું નામ
સખી, સોણલા તો આંખની અજાયબી

વ્હાલ ઝરમરતું સોણલામાં કેટલું ?
હું તો નખશિખ ભીંજાઈ રહું એટલું !

સખી, આંખોનું આયખું તો કેટલું ?

– તુષાર શુક્લ

 

હું તો પ્રથમ ચરણથીજ ઘાયલ થઈ ગયો…..

10 Comments »

 1. Pravin Shah said,

  January 22, 2018 @ 8:19 am

  તમે એકલા ઘાયલ નથી. અમૅ પણ તમારી સાથે હ્હીએ.

 2. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  January 22, 2018 @ 8:37 pm

  વાહ!!અતિ સુંદર ..

  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 3. suresh shah said,

  January 23, 2018 @ 2:06 am

  Bahu Saras . Ghayal thai gaya.
  vogauvanu satat.
  all the best.

 4. Jaffer Kassam said,

  January 23, 2018 @ 4:07 am

  હ પન ગયલ થૈ ગયો

 5. Rekha Sindhal said,

  January 23, 2018 @ 1:14 pm

  ખૂબ સુંદર !

 6. જયેન્દ્ર ઠાકર said,

  January 23, 2018 @ 1:30 pm

  હોઠોપે ઉલ્ફતકા નામ હોતા હે
  આંખોમે છલક્તાજામ હોતા હે
  તલવારોંકી જરુરત હો કિસે
  જહાં નઝરોંસે કત્લેઆમ હોતા હૅ

 7. SARYU PARIKH said,

  January 23, 2018 @ 7:00 pm

  વાહ!!!!
  સરયૂ પરીખ

 8. MAHESHCHANDRA NAIK said,

  January 23, 2018 @ 9:38 pm

  સરસ,સરસ,સરસ….

 9. Rohit kapadia said,

  January 25, 2018 @ 6:03 am

  ઞાકળમા રહેલા સૂર્ય જેટલું જ સોણલાંનું આયુષ્ય અને તો પણ સોણલાં એ જ જિંદગી. મનમાં ને મનમાં ગણગણ્યા કરવાનું મન થાય એવી મુલાયમ રચના. ધન્યવાદ

 10. Nehal said,

  January 30, 2018 @ 4:22 am

  Waah. મીઠું, મધુર, ગણગણવું ગમે એવું!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment