છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

નખ – મનોજ ખંડેરિયા

ક્યાંક ને ક્યાંક પણ કળાયો નખ
જંગલોથી નગર છવાયો નખ

ઐતિહાસિક સમયના જખ્મોમાં –
માનવીનો જ ઓળખાયો નખ

દોસ્ત, ભ્રમણાની નખલી તૂટી ગઈ,
વાદ્યના તારથી ઘવાયો નખ

એમ છૂટા થવું પડ્યું અહીંથી –
સાવ કાચો કૂણો કપાયો નખ

આ ઉઝરડાના શિલ્પ- સ્થાપત્યે-
ક્યા કલાકારનો છુપાયો નખ ?

એમ રહીએ જગતને વળગીને-
આંગળીથી રહે પરાયો નખ

કોઈને રાવ કરવી કઈ રીતે ?
વસ્ત્રમાં ખુદનો જ્યાં ભરાયો નખ

આમ ખુલ્લે પગે નહીં નીકળ !
માંડ વરસો પછી રુઝાયો નખ

કાવ્ય, કાગળ ઉપરનાં નખચિત્રો !
નોખી નમણાશથી છપાયો નખ

– મનોજ ખંડેરિયા

કવિની વિષયપસંદગી તો જુઓ !!!!!

3 Comments »

 1. ketan yajnik said,

  January 10, 2018 @ 8:42 am

  વિની વિષયપસંદગી તો જુઓ !!!!! દાદ આપવી પડે। આંગળીથી વેગળા હોય તેને જ ખબર પડે

 2. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  January 10, 2018 @ 9:27 pm

  અતિસુંદર વિષય અને ટૂંકી બહેરની અદભુત ગઝલ!!

  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 3. Suresh Shah said,

  January 11, 2018 @ 8:51 pm

  વણક્લ્પેળલા વિષય પર કાવ્ય રચવું – બહુ ઓછાને હસ્ત્ગત હોય!
  ક્યાંથી અને કેવી રીતે આ સુઝ્યુ!
  દાદ માગી લે છે.

  સુંદર.

  ગમ્યુ.

  આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment