હરિ! સાંજ ઢળશે!
ફરી સાંજ ઢળશે!
પછી એક સાંજે,
ખરી સાંજ ઢળશે!
– હર્ષા દવે

(આવે) -જિગર ફરાદીવાલા

બધું જાણ્યા પછી પણ તું મને સમજાવવા આવે?
ગજબ છે નહિ કે ઉત્તર ખુદ સવાલો પૂછવા આવે?!

તને બસ એ જ કહેવું છે કે બહુ નાજુક સ્થિતિમાં છું,
તને કહેતો નથી કે તું મને સંભાળવા આવે !

અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.

હું મારું સ્તર સહજતાથી સ્વીકારી લેવા રાજી છું,
છતાં તું છે કે તારું સ્તર ગળે ઉતરાવવા આવે.

હું દોડીને તને વળગી પડું એવી સમજ ઝંખું,
નથી એવો નિયમ કે તું જ કાયમ ભેટવા આવે.

– જિગર ફરાદીવાલા

તાજેતરમાં જ વડોદરા ખાતે યોજાયેલ ગઝલ સેમિનાર અને કવિસંમેલનમાં ઉપસ્થિત એક અંકોડાદાર મૂંછવાળા નવયુવાને પ્રશ્ન પૂછ્યો કે ગઝલમાં દાદનું મહત્વ શું? શું દાદ ગઝલની ગુણવત્તાનો માપદંડ ગણી શકાય? શું ગઝલ મુશાયરામાં સફળ થવી જ જોઈએ? મેં જવાબ આપ્યો કે મુશાયરામાં ઘણીવાર વિફળ જવા છતાં અને ફેસબુક, વૉટ્સએપ નહોતાં તોય મરીઝ ટકી ગયા એનું કારણ એની ગઝલમાં રહેલું સત્વ છે. દાદના સહારે જીવતી ગઝલો તો આજે છે ને કાલે નથી. તમારી ગઝલમાં કવિતા હશે તો સમય એને કદી ભૂંસી નહીં શકે.

પછી કવિસંમેલનમાં એણે આગવી શૈલીમાં ગઝલ રજૂ કરી ત્યારે હું વિચારમાં પડી ગયો. કાર્યક્રમ પત્યા પછી હું એને શોધવા નીકળ્યો ને એને પકડીને મેં કહ્યું, તારે દાદની ચિંતા કરવાની જરૂર નથી. તારી ગઝલો દાદની મહોતાજ નથી. એ સમયની એરણ પર ટકી રહેવા માટે સર્જાઈ છે… મારી વાત પર શંકા હોય તો આ સંઘેડાઉતાર ગઝલ પર જરા નજર નાંખી લ્યો…

14 Comments »

  1. algotar ratnesh said,

    December 21, 2017 @ 4:54 AM

    વાહ

  2. Jayeshkumar Prajapati said,

    December 21, 2017 @ 5:06 AM

    વાહ જીગર ભાઈ સુંદર રચના

  3. Meena Chheda said,

    December 21, 2017 @ 5:33 AM

    Waah!

  4. શબનમ ખોજા said,

    December 21, 2017 @ 5:53 AM

    તને બસ એ જ કહેવું છે કે બહુ નાજુક સ્થિતિમાં છું,
    તને કહેતો નથી કે તું મને સંભાળવા આવે !

    Ahaaaaaa superb …

    Jiyooooo dost 💐💐💐

  5. ketan yajnik said,

    December 21, 2017 @ 8:07 AM

    તપ ખાલી સલામ કર લૂંગા અઝર ઝુકાઈ શેની દાળ કોને દાળ કોની દાદ

  6. pragnaju vyas said,

    December 21, 2017 @ 8:44 AM

    સ રસ ગઝલ
    તેમા મક્તા
    હું દોડીને તને વળગી પડું એવી સમજ ઝંખું,
    નથી એવો નિયમ કે તું જ કાયમ ભેટવા આવે.
    વાહ
    ગઝલ લખું છું હું તો તારું નામ લઈ
    નામ વિના સ્હેજે ક્યાં સ્વાદ આવે છે

  7. Jayendra Thakar said,

    December 21, 2017 @ 10:02 AM

    ફરાદીવાલાની “ફરિયાદ” જિગરમાં પાર ઉતરી ગઈ!

  8. Jigar Faradiwala said,

    December 21, 2017 @ 9:46 PM

    સૌનો ખૂબ આભાર..આનંદ..🙋🤞

  9. raju said,

    December 21, 2017 @ 10:58 PM

    ચુંબન જેવી ગઝલ-

  10. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    December 23, 2017 @ 9:39 PM

    વાહ!! કાબિલે તારીફ ગઝલ !!

    https://jagdishkarangiya.wordpress.com/

  11. ભરત દરજી said,

    December 24, 2017 @ 8:29 AM

    વાહ કચ્છી માડું…..

  12. Sandip Pujara said,

    December 25, 2017 @ 3:02 AM

    વાહ ક્યા બાત….
    અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ દોસ્ત,
    થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે…… લાજવાબ …..

  13. રાજુલ said,

    December 30, 2017 @ 7:44 AM

    લાજવાબ ગઝલ..

  14. રાહુલ તુરી said,

    August 9, 2019 @ 2:39 AM

    વાહ..જીગરૂ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment