પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે -
સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?
વિવેક ટેલર

(સપનામાં) – શબનમ ખોજા

આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં..

ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે
વર્ષોથી છું ખાલીપાના કબજામાં.

લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.

કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં

સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?
કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.

એની સામે કાયમ સાચુ રહેવું છે
દુનિયા સામે છો ને દંભી પડદામાં.

તેથી અમને લગની લાગી ગઝલોની
આપ રહ્યા છો હરદમ એના મત્લામાં

– શબનમ ખોજા

વડોદરા ખાતે તાજી અને કસાયેલી કલમોના સહિયારા સાહિત્યીક સંમેલનમાં ગઝલો વિશેની પ્રશ્નોત્તરી કદાચ કવિજીવનનું શ્રેષ્ઠ પાનું હતું. તાજી કલમોની રજૂઆત પણ સ્પર્શી ગઈ પણ બુરખો વીંટાળેલા નમણા ચહેરા સાથે એક છોકરી મંચ પર આવી ત્યારે એની બૉડી-લેન્ગ્વેજમાંથી ટપકતો આત્મવિશ્વાસ સભાગૃહને રજૂઆત કરતાંય પહેલાં સ્પર્શી ગયો. અત્યંત મીઠા સ્વરે એણે જે ભાવવાહી ઢબે અને પૂર્ણ અદબથી પઠન કર્યું એ કદાચ આખા કવિસંમેલનની સૌથી અગત્યની કડી હતી. એણે બધા કવિઓમાં સૌથી વધુ દાદ મેળવી. એણે સૌથી વધુ દાદ કેમ મેળવી એની જુબાની તો આ ગઝલના દરેક શેર પાસેથી જ મળી રહેશે… લયસ્તરો પર સ્વાગત છે, કવયિત્રી… સ્નેહકામનાઓ…

34 Comments »

 1. રાજુલ said,

  December 14, 2017 @ 1:45 am

  વાહ સુંદર ગઝલ.. અભિનંદન શબનમ..

 2. Binita said,

  December 14, 2017 @ 2:03 am

  Wahhh kaviyatri

 3. જુગલ said,

  December 14, 2017 @ 2:05 am

  ગુજરાતી ગઝલની એક ખૂબસૂરત કલમ
  કચ્છની માટીની ખુશ્બુ…

  અભિનંદન બેન

 4. Jayeshkumar Prajapati said,

  December 14, 2017 @ 2:05 am

  Wah Sabanamben badha sher mast

 5. Jayeshkumar Prajapati said,

  December 14, 2017 @ 2:08 am

  Wah Sabanamben badha sher mast
  Abhinandan

 6. Jayeshkumar Prajapati said,

  December 14, 2017 @ 2:09 am

  Wah Sabanamben
  Abhinandan

 7. Chetna Bhatt said,

  December 14, 2017 @ 2:10 am

  વાહ શબનમ ગર્વ છે તારા પર.. કચ્છ નું ગૌરવ.. જોરદાર ગઝલ.. મીઠું મીઠું પઠન… ખૂબ ખૂબ અભિનંદન.!

 8. Jigar Faradiwala said,

  December 14, 2017 @ 2:11 am

  અભિનંદન..રાજીપો..

  શુભકામનાઓ..

 9. Kiran shah said,

  December 14, 2017 @ 2:16 am

  Khub saras

 10. રૂપાલી કે ચોક્સી said,

  December 14, 2017 @ 2:37 am

  શબનમ રૂબરૂ સાંભળવાની ખુબ મોજ રહી

 11. R. J. Maushiki said,

  December 14, 2017 @ 2:39 am

  વાહ દિદિ🙏👌

 12. Dolly Patel said,

  December 14, 2017 @ 2:42 am

  લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
  તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.

  ગમતો શેર ને આખી ગઝલ તો માશાઅલ્લાહ…

  ખૂબ ખૂબ અભિનંદન…
  લખતાં રહો ઝળહળતા રહો…

 13. શબનમ ખોજા said,

  December 14, 2017 @ 3:04 am

  ખૂબ ખૂબ આનંદ સાથે આભાર વિવેકસર 💐💐💐

 14. Jigar said,

  December 14, 2017 @ 3:04 am

  Amazing !!!

 15. ડો. જિજ્ઞાસા said,

  December 14, 2017 @ 3:06 am

  વાહ! વર્ષોથી છું ખાલીપાના કબજામાં!

 16. ગૌતમ પરમાર said,

  December 14, 2017 @ 3:27 am

  આપ રહ્યા છો હર દમ એના મતલામા વાહહહહહહ શબાબ લાજવાબ બહેના

 17. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  December 14, 2017 @ 3:50 am

  Wah badha sher mast.
  @ગૌતમ પરમાર
  @શબનમ ખોજા
  @વિવેક મનહર ટેલર

  koi last sher vistarthi samjavse?

 18. Rohit kapadia said,

  December 14, 2017 @ 4:00 am

  સત્યને અફવામાં ફેલાવવાની વાત અને પ્રિય પાત્રને ગઝલના મત્લામાં મૂકવાની વાત ખૂબ જ સુંદર. ધન્યવાદ

 19. MUKUL JHAVERI said,

  December 14, 2017 @ 4:02 am

  હવાનેી તાજેી લહેરખેી સમેી ગઝલ. વાહ વાહ. ખુબ સરસ.

 20. Bharati gada said,

  December 14, 2017 @ 4:04 am

  Waah kya bat mast
  એની સામે કાયમ સાચુ રહેવું છે
  દુનિયા સામે છો ને દંભી પડદામાં.

 21. Purvi said,

  December 14, 2017 @ 4:10 am

  ખૂબ સરસ ગઝલ શબનમ
  અભિનંદન

 22. La Kant Thakkar said,

  December 14, 2017 @ 5:13 am

  Words are amazing.. The way you mix words and create meaningful lines is extraordinary.. I just love it..

 23. La Kant Thakkar said,

  December 14, 2017 @ 5:30 am

  વાહ !
  ( આવો તો સંવાદ રચીશું સપનામાં,
  ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં..)
  અવેજીમાં કૃતિકાર શું ને કેવું ઇચ્છે છે?!

  “ઊંઘ વેચીને ખરીદ્યા ઉજાગરા !” તે આનુઁ નામ !
  વાસ્તવિકતા,હકીકતમાં જીવન્ત નક્કર અનુભવ ને હડસેલી “સ્વપ્ન”નI દુનિયા માગીએ તે કેવી વિટમ્બણા !
  સમય-ચક્ર જ છલના ! દ્વંદ્વમયતા એ જ આ સંસારના પાયામાં , જીવનની ચાલ જ એના કારણે છે ને ?

  સત્યની સામે દંભ તો હોવાનો જ,સ્વીકારીએ તો જ છૂટકો ! બેઉ વિપરીત દિશાના પરિબળો એકસાથે કામ કરે છે,તેને વશ-આધીન હોવું,રે’વું એજ આપણી નિયતિ.

  “સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?
  કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.”
  ત્યાગ સામે આકર્ષણ ? ચોટદાર ,એક કુંડાળામાંથી,બીજામાં ! પ્ણ કોઈ *”ચાહ”* જ કેટલી મોહક ને છેતરામણી !
  “શબનમ ખોજા” ને ખાસ વિશેષ અભિનંદન !
  વિવેકભાઈને કેમ ભૂલાય ? એમને બેવડા ધન્યવાદ
  આભાર .

 24. La Kant Thakkar said,

  December 14, 2017 @ 5:52 am

  ★【2017 at 5:13 am
  Words are amazing.. The way you mix words and create meaningful lines is extraordinary.. I just love it..】★

  આ મારી કોમેન્ટસ નથી જી !
  છતાં ય વાત સાચી, સહમતિ છે,વિવેકભાઈ +++edmins…

 25. લાખણશી આગઠ said,

  December 14, 2017 @ 7:20 am

  ખુબ ખુબ સુંદર ગઝલ… અભિનંદન સહ શુભેચ્છાઓ…

 26. Vinod Manek said,

  December 14, 2017 @ 8:50 am

  Very nice Gazal shabnam Khoja

 27. Mukund Joshi said,

  December 14, 2017 @ 9:41 am

  બહુ સરસ

 28. સુરેશ જાની said,

  December 14, 2017 @ 10:25 am

  સરસ ગઝલ. નામ પણ સરસ અને સાવ નવું.
  ‘સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઈશ હું.’ – એ શેર યાદ આવી ગયો.
  ———
  લક્ષ્મીકાન્ત ભાઈની નજર પણ ‘ભગવા’ પર પડી !
  અને મારો માનીતો શેર યાદ આવી ગયો –

  મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ.
  ઘેરો થયો ગુલાલ તો ભગવો બની ગયો.
  – જવાહર બક્ષી

 29. Mukund Joshi said,

  December 14, 2017 @ 2:35 pm

  શબનમ જી વાહ
  સુંદર ગઝલ છે બેના

  અભિનંદન 👏👏👏

  🌹🌹🌹🌹🌹

 30. Vijay said,

  December 14, 2017 @ 3:35 pm

  Great Sabnam
  I see lots potency in u.keep it up.
  After lon time I see great gala.
  Vijayrana

 31. pragnaju vyas said,

  December 14, 2017 @ 3:59 pm

  તેથી અમને લગની લાગી ગઝલોની
  આપ રહ્યા છો હરદમ એના મત્લામાં
  વાહ

 32. Jugal said,

  December 16, 2017 @ 6:16 am

  શબ્દોની દાદ મળે અણનમ…
  સર્જન બસ થતુ રહે શબનમ..

 33. Girish popat said,

  December 18, 2017 @ 11:17 pm

  Wah

 34. શબનમ ખોજા said,

  December 21, 2017 @ 4:19 am

  ખૂબ ખૂબ આભાર મિત્રો ..

  આનંદ – આનંદ 💐💐💐💐💐💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment