આ હાથ સળગી ઊઠ્યો અ-ક્ષરની લીલા જોતાં,
કાગળની વચ્ચે જામ્યું આ રાસ જેવું શું છે
- મનોજ ખંડેરિયા

લોકગીતોત્સવ: ૦૬ : ધમ ધમક ધમ ધમ ધમ સાંબેલું

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…
જનમ જનમથી વહુને માથે ભાંગેલું…
સાંબેલું…

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી
સાંબેલું..

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી
જેવો કૂવો ઊંડો, જેઠ એવો ભૂંડો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાડિયો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો, મગનો શીરો, એવો નણંદનો વીરો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

કેવું મજાનું ગીત…. કોણ જાણે કોણે લખ્યું હશે પણ વરસોથી આપણા સમાજમાં આ ગીત ગવાતું આવ્યું છે અને ગીતનો લય તો જાણે કે આપણા લોહીમાં ઓતપ્રોત થઈ ગયો હોય એમ પોતીકો લાગે… લોકગીતોની આ જ મજા છે… કડવી વાત પણ એવી મીઠાશથી કહી દેવાની કે સાંભળનારને માઠુ ન લાગે…

5 Comments »

  1. pragnaju vyas said,

    December 10, 2017 @ 11:12 AM

    ઘણા સમય બાદ માણવામા આવેલું ‘ કડવી વાત પણ એવી મીઠાશથી કહી દેવાની કે સાંભળનારને માઠુ ન લાગે…’વાળુ મધુરું ગીત
    અને
    મીઠો, મગનો શીરો, એવો નણંદનો વીરો વાત આવે અને બધી કડવી વાત વિસરાઇ જાય !
    માણો
    Saambelu – YouTube
    Video for ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…▶ 4:42

    Jul 23, 2016 – Uploaded by Viren Beena Vashi
    HD View Recommended. A Very Famous & One Of My Favourite Gujarati Folk Songs ( લોક ગીત ) – સાંબેલું – Saambelu …

  2. સુરેશ જાની said,

    December 10, 2017 @ 11:31 AM

    આવું જ એક આધુનિક અને બહુ પ્રચલિત ગીત
    મારી વેણીમાં ચાર ચાર ફૂલ….
    ————–
    કદાચ ‘ટિપ્પણી નૃત્ય’ ની જેમ સાંબેલાં વડે ખાંડતાં આ ગવાતું હશે ? સાંબેલાં વડે પાપડનો લોટ પણ બંધાતો અને એમાં સાંબેલું ઉપરથી પકડી મદદ કરેલી છે !

  3. Chitralekha Majmudar said,

    December 10, 2017 @ 11:49 AM

    Old sweet golden memories get revived!Thanks.

  4. Jayendra Thakar said,

    December 10, 2017 @ 12:57 PM

    સમયના સરી જતાં વહેણમાં હવે સાંબેલું યા તો સ્વપ્નામાં અથવાતો સંગ્રહાલયમાં જ જોવા મળશે. સાથે સાથે સહકુટુંબની હુંફ પણ અદ્રશ્ય થવા માંડી છે.

  5. Shivani Shah said,

    December 11, 2017 @ 12:50 AM

    જાણીતું ગીત..મહેફીલોમાં હાસ્યના મોજા ફેલાવી દે એવું ગીત..જે સગાના નામ લેવામાં આવે એમના સ્વભાવની ખાસિયતો (ખાસ કરીને નિર્દોષ આનંદ આપે એવી) બાબતો કોઈ ગાઈ સંભાળાવે ત્યારે મઝા આવે પણ કોઈકવાર અતિરેક પણ જોવા મળે દા.ત.
    ધબાખ ઢોલકુ વાગે છે
    ‘કીયાશાહ’ જમાઇ ઘેર આવે છે.
    આવતા આવતા ભૂલા પડ્યાને
    મોચીની દુકાનમાં પેસી ગયા.
    પેસી ગયા તો પેસી ગયા પણ
    કપડા સીવતા શીખી ગયા..
    વગેરે..
    એનાથી વધારે જોરદાર ફટાણુ:
    દામોદરશેઠને બાર બાર બૈરા
    એમાં એક લંગડી બૈયર રે
    ઝમકુડી બાઈ ઝમકુડી
    લંગડી બૈયર સેંડલ માંગે રે
    ઝમકુડી બાઈ ઝમકુડી.
    મુંબઇ જવાતું નથી, સેંડલ લવાતા નથી
    લંગડી મારું લોહી પીએ રે..
    ઝમકુડી બાઈ ઝમકુડી. ..
    વગેરે..
    Within limits, can be lot of fun but like whatsapp forwards gives small dose of fun and may create problems..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment