આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?
– હરિ શુક્લ

પાણીની કૂંચી – ઑક્તાવિયો પાઝ (અનુ.: વિવેક મનહર ટેલર)

ઋષિકેશ પછી
ગંગા હજીય લીલી છે.
કાચની ક્ષિતિજ
ટેકરીઓમાં તૂટી જાય છે.
અમે સ્ફટિક ઉપર ચાલીએ છીએ.
ઉપર અને નીચે
શાંતિની મહાન ખાડીઓ.
ભૂરા અવકાશમાં
સફેદ પથ્થરોમાં, કાળા વાદળોમાં.
તેં કહ્યું’તું:
.           ये देश स्त्रोतों से भरपूर है।
એ રાત્રે મેં મારા હાથ તારા સ્તનોમાં ધોઈ લીધા હતા.

-ઑક્તાવિયો પાઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)

પાણી આજે (અને હંમેશાથી) આધ્યાત્મિકતાની ચાવી રહ્યું છે. જેમ આપણે હિંદુઓ ગંગાને પવિત્ર ગણીએ છીએ અને એને મોક્ષનો દરવાજો ગણીએ છીએ, એમ મોટાભાગના ધર્મોએ વિશ્વ આખામાં જળાશયો સાથે આધ્યાત્મિક અર્થચ્છાયાઓ સાંકળી છે.

આખી રચના સ્પેનિશ ભાષામાં છે પણ કવિએ સહેતુક એક પંક્તિ -‘ Le pays est plein de sources ’-ને ફ્રેન્ચ ભાષામાં લખીને અલગ તારવી છે. આ પંક્તિનો મતલબ છે, આ દેશ સ્ત્રોતોથી, ઝરણાંઓથી ભરપૂર છે. આ વાક્ય આખી કવિતાને, બે ધ્રુવોને એકબિંદુએ લઈ આવે છે, એ અર્થમાં આ કવિતા આખા પૂર્વાર્ધ અને એક પંક્તિના ઉત્તરાર્ધ વચ્ચેનો મિજાગરો છે. અને એટલે જ કવિએ અલગ ભાષા વાપરીને સચેત કવિકર્મની સાહેદી આપી છે.

કવિ કહે છે કે એ રાત્રે એમણે પોતાના હાથ તેણીના સ્તનોમાં ધોઈ નાખ્યા હતા. વાત તો સંભોગની જ છે પણ કવિ આ સંભોગને ગંગાની પવિત્રતા અને મેક્સિકોની ખાડીની મહાનતાની કક્ષાએ લઈ જાય છે. માનવ શરીરને કવિ એના શુદ્ધ સ્વરૂપમાં જુએ છે. પ્રેયસીના સ્તનમર્દનને ગંગાસ્નાન દરમિયાન પોતાની તમામ મલિનતાઓને ધોવા સાથે સરખાવીને પાઝ એક જ પંક્તિમાં સાવ સાદી લાગતી કવિતાને એવરેસ્ટની ઊંચાઈએ લઈ જાય છે.

The Key of Water

After Rishikesh
the Ganges is still green.
The glass horizon
breaks among the peaks.
We walk upon crystals.
Above and below
great gulfs of calm.
In the blue spaces
white rocks, black clouds.
You said:
.           Le pays est plein de sources.
That night I washed my hands in your breasts.

– Octavio Paz
(Trans.: Elizabeth Bishop)

2 Comments »

  1. સુરેશ જાની said,

    December 2, 2017 @ 9:12 AM

    પાણીનું બીજું નામ જીવન એટલે જ હશે? જેનાથી જીવ જીવી શકે તે પાણી જ હોય ને?
    જમીન પરની શું વાત કરીએ? તલાતલ પાતાલ ‘Abyss’ માં ઓક્સિજન હોતો નથી. પણ જીવન હોય છે !

    નીચેની લિન્ક ‘સરિતા’ વિશે ( આ ચેષ્ટા અનધિકાર લાગે તો કાઢી નાંખજો.)

    https://gadyasoor.wordpress.com/2008/07/29/river_3/

  2. pragnaju vyas said,

    December 2, 2017 @ 7:41 PM

    યાદ આવે
    આઘે ઊભાં તટ ધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
    વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
    ઊંચા નીચાં સ્તન ધડકશાં હાલતાં સુપ્ત વારિ,
    તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
    બલવંતરાય ઠાકોર ની કાવ્ય સર્જનની પ્રક્રિયાને કુદરતના સૌદર્ય, શૃંગાર રસ અને વતન પ્રેમ સાથે વણી લેતા આ સોનેટમાં સાક્ષર યુગના આ મૂર્ધન્ય કવિના સંસ્કૃત છંદ, શબ્દો અને પદલાલિત્ય ઊપસી આવે છે.. તેમના શબ્દોની નાજૂકતા પ્રકૃતિ અને શૃંગારના વર્ણન સાથે તાલ મીલાવતી એક સુંદર ગેયતા અને સાયુજ્ય ખડું કરી દે છે.
    ર. પા ના એક નવલિકા સંગ્રહનું નામ છે, ‘સ્તનપૂર્વક’. !
    સુધરેલા સમાજને આ અશ્લીલ જ લાગી છે.
    ત્યારે આ કાવ્ય પાણીની કૂંચીમા
    ये देश स्त्रोतों से भरपूर है।
    એ રાત્રે મેં મારા હાથ તારા સ્તનોમાં ધોઈ લીધા હતા….ના રસદર્શનમા-‘ પ્રેયસીના સ્તનમર્દનને ગંગાસ્નાન દરમિયાન પોતાની તમામ મલિનતાઓને ધોવા સાથે સરખાવીને પાઝ એક જ પંક્તિમાં સાવ સાદી લાગતી કવિતાને એવરેસ્ટની ઊંચાઈએ લઈ જાય છે.’
    કવિ Pablo Neruda ની પંક્તીઓ
    Your waist and your breasts,
    the doubled purple
    of your nipples,…
    જેમ સહજ ,સરળ અને સચોટ અભિવ્યક્તી લાગે છે
    ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment