જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું
મૂકવું ક્યાં સ્વમાન જોખમમાં !
ભરત વિંઝુડા

હું ગુલામ? – ઉમાશંકર જોશી

હું ગુલામ?
સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?!

-ઉમાશંકર જોશી

 

એક ક્લાસિક રચના….

5 Comments »

 1. Jayendra Thakar said,

  November 28, 2017 @ 1:26 pm

  એક માનવી જ કાં ગુલામ?!…. આદતથી મજબુર!

 2. સુરેશ જાની said,

  November 28, 2017 @ 9:00 pm

  માણસની ગુલામીનું કારણ – એને મળેલું અદભુત રત્ન ….
  એનું મન !

 3. pragnaju vyas said,

  November 29, 2017 @ 6:40 pm

  આ ઉમાશંકર જોશીની વારંવાર માણેલું ગીત માણી કામકાજમા ટીપ્પણી લખવાનું ન બન્યું પણ ઉંઘમા દાંતરડા જેવો પ્રશ્નાર્થ દેખાયો
  સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
  હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;
  ત્યારે અમારો રાપા સંભળાય
  પાંદડું કહે કે, મારે અડવું આકાશને
  ને તું મને શા માટે બાંધતું ?
  ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
  જે સૌ સાથે આપણને સાંધતું
  તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !
  આ પ્રાણપ્રશ્ન
  સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
  ગીતનું ગુંજન થયું
  ‘પંછી બનૂં ઊડતી ફિરું મસ્ત ગગન મેં,
  આજ મૈં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં.’ એક અલ્લડ યુવતી આ ગીત ગાય છે.
  આજે હું પણ ગૃહરૂપી ચમનમાં આઝાદ છું! છતા શાશ્વત સ્વતંત્રતા દેખાય
  -સદગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ની વાણીંંમા
  અપૂર્વ અવસર એવો ક્યારે આવશે
  ક્યારે થઈશું બાહ્યાન્તર નિર્ગ્રન્થ જો
  સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને
  કવ વિચરશું મહત પુરુષને પંથ જો

  હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું
  કોના સંબધે વળગણા છે રાખું કે એ પરહરું
  એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં
  તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યાં

 4. Jayendra Thakar said,

  November 29, 2017 @ 9:21 pm

  સંબંધને પરહરી, સમરવા શ્રિ હરી.
  એક તું એક તું એમ સમજવું.
  તત્ ત્વ અસી એ સમજયું પછી
  જગતના ભેદ જાય ખસી.

 5. વિવેક said,

  November 30, 2017 @ 12:39 am

  ખૂબ જ જાણીતું સુંદર કાવ્ય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment