પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !
વિવેક મનહર ટેલર

પ્યાદું – કોન્સ્ટન્ટિન કવાફી (અનુ.: વિવેક મનહર ટેલર)

જેમ કે હું ઘણીવાર શતરંજ ખેલનાર લોકોને જોઉં છું
મારી આંખ એક પ્યાદાને અનુસરે છે
જે થોડો થોડો કરીને એનો માર્ગ શોધે છે
અને સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.
એ એવી ઉત્કંઠાથી કિનારી સુધી ધસી જાય છે
કે તમને લાગે છે કે અહીં નક્કી શરૂ થશે
એની ખુશીઓ અને એના પુરસ્કારો.
એને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ મળે છે.
કૂચ કરનારાઓએ એના તરફ તીરછા ભાલા ઊછાળ્યા;
કિલ્લેબંધીઓએ એમના વિસ્તીર્ણ પડખાં લઈ એના પર
હુમલો કર્યો; પોતાના બે ચોકઠાંઓમાં
ઝડપી ઘોડેસ્વારોએ કુશળતાપૂર્વક
એને આગળ વધતું અટકાવવા પ્રયાસ કર્યો
અને આમ અને તેમ એકાદ જોખમી ખૂણામાં
દુશ્મનોની છાવણીમાંથી મોકલાયેલું
એક પ્યાદું એના રસ્તામાં ઉભરી આવે છે.

પણ એ બધા જ ખતરાઓ પાર કરી લે છે
અને એ સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.

કેવો વિજયી થઈને એ ત્યાં સમયસર પહોંચી જાય છે,
એ દુર્જય આખરી પંક્તિ સુધી;
કેવો આતુરતાપૂર્વક એ પોતાના જ મૃત્યુ પાસે પહોંચે છે!

કેમકે અહીં પ્યાદું નાશ પામશે
અને એની બધી તકલીફો બસ, આના માટે જ હતી.
એ આવ્યું હતું શતરંજના નર્કાગારમાં પડીને
કબરમાંથી પુનર્જીવિત કરવા માટે
એ રાણીને, જે આપણને બચાવી લેશે.

– કોન્સ્ટન્ટિન કવાફી
(અંગ્રેજી અનુ: રે ડાલ્વેન)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)

શતરંજના નિયમ મુજબ પ્યાદું જ્યારે સામી તરફની આખરી પંક્તિ સુધી પહોંચવામાં સફળ થઈ જાય છે ત્યારે એની ટીમના કોઈપણ સેનાની – રાણી, ઊંટ, ઘોડો કે હાથી પુનર્જીવન પામે છે. આ સેનાનીઓને પુનર્જીવિત કરવા માટે પ્યાદું શહીદ થઈ જાય છે. પહેલી નજરે જે એનો વિજય દેખાય છે, એ હકીકતે તો એનું મૃત્યુ છે. અને મૃત્યુ સુધી પહોંચવાનું, આખરી પંક્તિ સુધી પહોંચવાનું, સમયસર પહોંચવાનું અને એનીય પાછી તાલાવેલી-આતુરતાપૂર્વક! એના મગજમાં એ ઠસાવી દેવામાં આવ્યું છે કે એ પોતે ભલે નરક ભેગો થઈ જાય પણ એની કુરબાની એળે જવાની નથી. એની શહીદીના પરિપાકરૂપે રાણી નવજીવન પામશે અને એ સૌનો ઉદ્ધાર કરશે. જિંદગીની શતરંજના સેનાનીઓ હંમેશા પ્યાદાંઓના ભોગે જ આગળ વધતાં જોવા મળશે. સૈનિકને હંમેશા ખુવાર થવા માટેની તાલિમ અપાય છે અને સેનાપતિને વ્યૂહરચનાની.

The Pawn

As I often watch people playing chess
my eye follows one Pawn
that little by little finds his way
and manages to reach the last line in time.
He goes to the edge with such eagerness
that you reckon here surely will start
his enjoyments and his rewards.
He finds many hardships on the way.
Marchers hurl slanted lances at him;
the fortresses strike at him with their wide
flanks; within two of their squares
speedy horsemen artfully
seek to stop him from advancing
and here and there in a cornering menace
a pawn emerges on his path
sent from the enemy camp.

But he is saved from all perils
and he manages to reach the last line in time.

How triumphantly he gets there in time,
to the formidable last line;
how eagerly he approaches his own death !

For here the Pawn will perish
and all his pains were only for this.
He came to fall in the Hades of chess
to resurrect from the grave
the queen who will save us.

– C. P. Cavafy
(Translation by Rae Dalven)

7 Comments »

 1. pragnaju vyas said,

  November 25, 2017 @ 8:32 am

  The Pawn પ્યાદું – કોન્સ્ટન્ટિન કવાફી ની સુંદર રચનાનો સુંદરતર અનુવાદ અને સુંદરતમ રસદર્શન ન હોત તો આ રહસ્ય-‘એની શહીદીના પરિપાકરૂપે રાણી નવજીવન પામશે અને એ સૌનો ઉદ્ધાર કરશે. જિંદગીની શતરંજના સેનાનીઓ હંમેશા પ્યાદાંઓના ભોગે જ આગળ વધતાં જોવા મળશે. સૈનિકને હંમેશા ખુવાર થવા માટેની તાલિમ અપાય છે અને સેનાપતિને વ્યૂહરચનાની. કદાચ આટલી સરળતાથી ન સમજાત .મૂળ રચનાઆનુવાદ અને રસદર્શન માણતા મને અંતર મન પટલ પર સતત દેખાઇ ફિયોનાની આ વિવિધરંગી સફર ! ફિયોના, બેન્જામિન, ગ્લોરિયા, બ્રાયન, નાઈટ, હેરિયેટ કટેન્ડે હાજરાહજૂર જોવા મળ્યાઆપ પણ જરુર માણશો
  Queen of Katwe 2016 Watch Online – RedBox Movies
  http://www.watchonline.red/queen-of-katwe-2016-watch-online/
  watchonline February 4, 2017 0 Biography, Drama, Sport download Queen of Katwe movie, Queen of Katwe full movie, Queen of Katwe online watch, Queen of …

 2. Pravin Shah said,

  November 25, 2017 @ 12:13 pm

  પ્રિય વિવેકભાઈ,

  કાવ્ય સુન્દર – અનુવાદ વધુ સુન્દર !

  આટલો સુન્દર અનુવાદ ન હોત તો આ કાવ્ય સમજી અને માણી ન શક્યો હોત.

  ખુબ ખુબ આભાર.

 3. સુરેશ જાની said,

  November 25, 2017 @ 7:48 pm

  દરેક રમતને આપણે જીવનની રમત સાથે સરખાવી શકીએ. કારણ કે, જીવન પણ એક રમત જ છે. એને નાટકની જોતા થઈએ , એ તાલીમ જ જરૂરી હોય છે. અને તો ..
  કવિતા જેવું જીવી શકાય છે.
  વેબ ગુર્જરી પર …. સુડોકુ – ગદ્યમાં છે, પણ આ જ ભાવ છે ….

  http://webgurjari.in/2017/10/15/sudoku-an-observation/

  પ્રજ્ઞાબહેનને ફિયોનાની વાત ગમી હતી તે યાદ આવી ગયું. એ પણ વેબ ગુર્જરી પર પ્રસિદ્ધ થઈ હતી. કમભાગ્યે વેગુ ની સાઈટ ક્રેશ થતાં એ ત્યાં હવે નથી. પણ પ્રતિલિપી પર આ રહી.

  https://gujarati.pratilipi.com/suresh-jani/kotwaythi-menhatan

  અત્યંત પ્રેરણાદાયી સત્યકથા, જીવતી જાગતી કવિતા . વાચકો એક વાર જરૂર સમય કાઢીને વાંચે.

 4. harnishjani52012 said,

  November 25, 2017 @ 8:36 pm

  કવિ ય લયસ્તરો પર લાવવા બદલ. વિવેકભાઈનો આભાર.. છેલ્લે સુરેશદાદાનો આભાર. જય હો.

 5. Jayendra Thakar said,

  November 25, 2017 @ 8:50 pm

  કવિ કહે છે… how eagerly he approaches his own death ! અને અનુવાદને આક્રુત કરતાં વિવેકભાઈ કહે છે….
  એ આવ્યું હતું શતરંજના નર્કાગારમાં પડીને
  કબરમાંથી પુનર્જીવિત કરવા માટે
  એ રાણીને, જે આપણને બચાવી લેશે. …..જાણે કે રાણીના પુનર્જન્મ માટે જ આ પ્યાદુ આહુતી આપે છે. પણ મારા વિચાર મુજબ આ તો પ્યાદાનો નવો જન્મ છે. આટઆટલી મુસીબતો સહીને તે રાણી બને છે. આ તો કીડામાંથી પતંગિયા બનવાનું કૌતુક છે! જિવનની આ પણ એક વિવિધતા છે કે ક્યારેક પ્યાદું રાણી બને! બાકીતો પ્યાદાં પહેલાં જ કચડાતાં હોય છે.

 6. Shivani Shah said,

  November 26, 2017 @ 11:26 am

  સરસ કાવ્ય અને ભાષાંતર..comments have made the poem more interesting..
  They help us look at it from different points of view…

 7. વિવેક said,

  November 27, 2017 @ 7:05 am

  સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment