એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે, સખા !
ઊર્મિ

મારો અનહદ સાથે નેહ ! – મકરંદ દવે

મારો અનહદ સાથે નેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ. [ ગેહ = સ્થાન,થાનક ]

ખરી પડે તે ફૂલ ન ચૂંટું,
મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
પામી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

સતનાં મેલી રંગ સોગઠાં
ખેલું નિત ચોપાટ;
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ;
ભદ ન જાણે ભોળી દુનિયા
ખોટા ખડકે ચેહ :
મુંને મળ્યું ગગનમાં ગેહ.

– મકરંદ દવે

સાંઈકવિની લાક્ષણિક રચના… હું તો પ્રથમ પંક્તિથી જ ઘાયલ થઇ ગયો……

3 Comments »

 1. ketan yajnik said,

  November 7, 2017 @ 9:10 am

  નમસ્કાર્

 2. સુરેશ જાની said,

  November 7, 2017 @ 5:31 pm

  સાચી વાત. સાંઈ કવિના હસ્તાક્ષર બરાબર વંચાય તેવા છે. તેમનો મિજાજ તેમના દરેક કાવ્યમાં પ્રતિબિંબિત થાય છે.

 3. લતા હિરાણી said,

  November 11, 2017 @ 1:49 am

  સાઈકવિની મધુરતા ….. દરેક ગીતની જેમ …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment