વેર લીધા પછી શું શાંતિ થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?
પ્રશાંત સોમાણી

(ઘર હતાં) – સુરેન ઠાકર ‘મેહુલ’

આંગણું, પરસાળ ને ઊંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.

એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.

– સુરેન ઠાકર ‘મેહુલ’

13 Comments »

 1. Kanankumar Trivedi said,

  November 3, 2017 @ 3:50 am

  વાહ…વાહ… ખૂબ જ સુંદર રચના.

 2. Jaffer Kassam said,

  November 3, 2017 @ 6:58 am

  MAJA AAWI GAI

 3. સુરેશ જાની said,

  November 3, 2017 @ 8:37 am

  અનેક ઉદાહરણ સાથે પ્રતિપાદન કે, દરેક શરૂઆત સારી જ હોય છે, પણ જમાનાની હવા એને વિષમ બનાવી દેતી હોય છે. બધા સર્જનનું મૂળ ઈશ્વર જ હોય તો દાનવ અને દાનવતા પણ તેનું જ સર્જન ને?
  આદિલ ઘરેથી નીકળ્યો મિત્રોને શોધવા
  આ દુશ્મની તું ક્યાંથી સામી મળી ગઈ.
  અમુક શેર ન સમજાયા ( ભીષ્મ શૈયા અને મોરનાં પીછાં. ) પણ સાર આ લાગ્યો.

  શા માટે? આ માટે … એમ બે લેખ લખ્યા હતા. વાચકોને ઇચ્છા થાય તો લિન્ક મોકલીશ.

 4. Saaj Mevada said,

  November 3, 2017 @ 8:47 am

  વાહ! સુંદર ગઝલ્.

 5. Purushottam Mevada said,

  November 3, 2017 @ 8:50 am

  વાહ, ખૂબજ સરસ રચના, ગમી.

 6. Dilip m. Shah said,

  November 3, 2017 @ 10:54 am

  Bhai suren
  It remind good all days in junagadh
  During 1955-1960
  When u were in junagadh.
  Excellent
  Vijay rana

 7. Vijay rana said,

  November 3, 2017 @ 12:45 pm

  Bhai suren
  Excellent
  It ramimds golden old days during
  1955- 1960 when u were in junagadh
  Vijay rana

 8. Jayendra Thakar said,

  November 3, 2017 @ 1:04 pm

  ગામને પાદર ભરેલી ભવ્યતા,
  આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

  એને આથમણી હવા ભરખી ગઈ
  આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.
  હમણાં જ આવું કંઈક વાંચ્યુ…Veergals: Ancient Hindu “Hero Stone” for Dharmic Warriors, depicting their valour

 9. Himanshu said,

  November 3, 2017 @ 6:28 pm

  સરસ રચના

 10. Shivani Shah said,

  November 4, 2017 @ 4:19 am

  શ્રી જાનીના articleની link મળી શકે તો સારું.

 11. મનસુખલાલ ગાંધી said,

  November 4, 2017 @ 10:37 pm

  વાહ, ખૂબજ સરસ રચના, ગમી.

  મનસુખલાલ ગાંધી

 12. Girish Parikh said,

  November 5, 2017 @ 7:30 am

  એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
  કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં …શ્રદ્ધા સત્યં તદિયુત્તમ્ મિથુનમ્
  રિદાય લાલા-ઓ ગુલ, પર્દ એ મહો અંજુમ, જહાં જહાં વો છિપે હૈ, અજીબ આલમ હૈ! લાલ ગુલાબની ચાદર પાછળ કે ચાંદતારાના પડદા પાછળ, જ્યાં જ્યાં એ છૂપાયેલા છે, ત્યાં બસ કમાલ કરે છે! અને એને ઓળખવા માટે? ‘નિગાહેં ઈશ્ક’ તો બેપર્દા દેખતી હૈ ઉસે!

 13. લતા હિરાણી said,

  November 11, 2017 @ 3:19 am

  સારી રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment