આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
રમેશ પારેખ

હાઇકુ – કોબાયાશી ઇસા (અનુ.: વિવેક મનહર ટેલર)

These sea slugs,
they just don’t seem
Japanese.

ગોકળગાય
જે હોય એ, જાપાની
નથી જ નથી.

The crow
walks along there
as if it were tilling the field.

કાગડો ચાલે
એમ, જાણે ખેડતો
ન હો ખેતર.

Even with insects—
some can sing,
some can’t.

જંતુઓમાંય
કોઈ ગાઈ શકે છે
કોઈક નહીં.

Don’t worry, spiders,
I keep house
casually.

ચિંતા ન કર,
કરોળિયા, રાખું છું
ઘર એમ જ.

New Year’s Day—
everything is in blossom!
I feel about average.

નૂતન વર્ષ –
બધું પૂરજોશમાં
હું છું તટસ્થ.

The snow is melting
and the village is flooded
with children.

બર્ફ પીગળ્યો
ગામ છલકી ઊઠયું
છે બાળકોથી.

Mosquito at my ear—
does he think
I’m deaf?

મચ્છર, કાન
પાસે- શું વિચારે છે?
હું બહેરો છું?

All the time I pray to Buddha
I keep on
killing mosquitoes.

પ્રાર્થતી વેળા
બુદ્ધને હરપળ
મારું મચ્છર.

A huge frog and I,
staring at each other,
neither of us moves.

દેડકો ને હું,
તાકે છે ઉભયને
હલે ન કોઈ.

Fiftieth birthday:
From now on,
It’s all clear profit,
every sky.

પચાસમી વર્ષગાંઠે:
હવે પછીથી,
એ સૌ સાફ નફો છે,
દરેક આભ.

Children imitating cormorants
are even more wonderful
than cormorants.

જળકાગથી
નિરાળાં, એની કોપી
કરતાં બાળ.

It once happened
that a child was spared punishment
through earnest solicitation.

એકદા બાળ
સજાથી બચ્યું, તીવ્ર
આજીજી વડે.

Summer night–
even the stars
are whispering to each other.

તારાય કરે
ગ્રીષ્મમાં, કાનાફૂસી
એકમેકથી.

O snail
Climb Mount Fuji
But slowly, slowly!

ગોકળગાય
આંબ માઉન્ટ ફુજી
ધીમે… ધીમેથી…

– કોબાયાશી ઇસા
(અંગ્રેજી અનુ: 1-13: રોબર્ટ હાસ, 14: આર.એચ.બ્લિથ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

હાઇકુનું મૂળ નામ ‘હોક્કુ’. જાપાનીઝ કાવ્યપ્રકાર ‘રેન્ગા’ અને ‘રેન્કુ’ની શરૂઆતમાં હોક્કુ (પ્રારંભિક કાવ્યાંશ) આવતું. બાશોના સમયમાં એ સ્વતંત્ર કાવ્ય બન્યું. મસાઓકા શિકીએ ‘હાઇકુ’ નામ આપ્યું. હાઇકુના ત્રણ મુખ્ય ઘટકતત્ત્વ છે. (૧) ‘કીરુ’ અર્થાત્ ‘કાપનાર’. બે ચિત્ર કે વિચાર અને એમની વચ્ચે એમને કાપતો શબ્દ ‘કિરેજી’, જે બંને ચિત્ર કે વિચારને અલગ પણ પાડે ને બંને વચ્ચેનો પરાપૂર્વનો સંબંધ પણ સ્થાપિત કરે એ કીરુનું મુખ્ય પાસુ છે. (૨) હાઇકુ ૧૭ ધ્વનિ (આપણે ત્યાં અક્ષર, અંગ્રેજીમાં શબ્દાંશ)નું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ધ્વનિના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. જાપાનીઝ ભાષામાં હાઇકુ એક જ ઊભી લીટીમાં લખાય છે. અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણ વિભાગ ત્રણ પંક્તિ બની ગયા છે. ૩-૫-૩ ગોઠવણીથી કુલ ૧૧ ધ્વનિવાળું પણ હાઇકુ હોઈ શકે છે. (૩) ‘કીગો’ અર્થાત્ ઋતુનો સંદર્ભ પણ લગભગ ફરજિયાત છે. એવો નિયમ પ્રસ્થાપિત થયો કે ઋતુસંદર્ભ પહેલી અથવા ત્રીજી પંક્તિમાં જ આવવો જોઈએ. પ્રકૃતિ અને બૌદ્ધવાદ હાઇકુના પ્રાણ છે. સરળ ભાષા હાઇકુની પૂર્વશરત છે.

7 Comments »

 1. Jayendra Thakar said,

  October 14, 2017 @ 9:49 pm

  O snail
  Climb Mount Fuji
  But slowly, slowly!

  ગોકળગાય
  આંબ માઉન્ટ ફુજી
  ધીમે… ધીમેથી…

  ગોકળગાય
  ચઠ ફુજી પર્વત
  જરા ધીરે ધીરે

  મને ખાતરી છે કે ગુજરાતીમાં Mount માટે પર્વત શબ્દ છે!

 2. વિવેક said,

  October 15, 2017 @ 2:11 am

  @ જયેન્દ્ર ઠાકર:

  આપશ્રીના સૂચન બદલ ખૂબ ખૂબ આભાર… Mountનું ગુજરાતી સો ટકા પર્વત કે ડુંગર કે ટેકરો કરી જ શકાય પણ મારું અંગતપણે એવું માનવું છે કે કેટલીક વસ્તુઓ સાથે કેટલાક વિશેષણ કે સર્વનામ નામની જેમ જ ભળી ગયા હોય છે. આપણે માઉન્ટ એવરેસ્ટ કે માઉન્ટ આબુ જ બોલીએ છીએ, આબુ પર્વત કે એવરેસ્ટ પર્વત નથી બોલતાં; એ જ રીતે આપણે ગિરનાર પર્વત કે પાવાગઢ પર્વત જ બોલીએ છીએ, માઉન્ટ ગિરનાર કે માઉન્ટ પાવાગઢ નથી બોલતા… જેમ આપણે ત્યાં એવરેસ્ટ એમ જાપાનમાં ફુજી. એટલે હું ફુજી પર્વતના સ્થાને માઉન્ટ ફુજી જ વાપરવું પસંદ કરીશ. જે રીતે ટેબલ અંગ્રેજી શબ્દ અને ખુરશી અરબી શબ્દ હોવા છતાં આપણી ભાષામાં ભળી ગયા છે એ જ રીતે માઉન્ટ શબ્દ પણ ગુજરાતી બની ગયો છે. તમામ માન્ય ગુજરાતી શબ્દકોશમાં માઉન્ટ શબ્દ જોવા મળશે.

 3. Shivani Shah said,

  October 15, 2017 @ 9:46 pm

  પ્રકૃતિના બધા તત્વો ઉદ્યમી છે, દરેકની પોતાની રફ્તાર છે અને કોઇ કોપી કરીને, કોઇ કાનાફૂસી કરીને જાણે આનંદ પણ માણી લેછે.
  Happily inspiring set of hikus..Laystaro, thanks for the info on hykoos. ( do not know the correct spelling of the word. will now look it up.

 4. Shivani Shah said,

  October 16, 2017 @ 1:24 am

  ઉપરોક્ત જાપાની હાઇકુની જેમ આપણા ગુજરાતી કવિ પણ મુંગા પશુ-પક્ષીઓને વાચા આપીને કેવી interesting રચનાઓ કરે છે :
  કીડીએ ખોંખારો ખાધો – અનિલ જોશી
  ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
  તમને નથીને કાંઇ વાંધો?

  માખીએ મધપૂડા છોડી દીધા ને હજી આંખ આડા કાન કરે સંત ?
  લીમડા ઉપરથી ઊતરતી કીડીનો ગુંદરના ટીપાંમાં અંત?
  ખરી જતાં પાંદડાંને ફરી પાછા ડાળીએ ગુંદરથી જાવ હવે સાંધો.
  ક્રાઉં, ક્રાંઉં…

  આંબાની ડાળીએ લીંબોળી ઝૂલતી ને લીમડાની ડાળીએ કેરી?
  તરસી કીડીને માથે ગાગર ઢોળાય છતાં પંડિતની આંખ હજી બ્હેરી?
  કીડીના પડછાયે જંગલ ઢંકાઈ ગયું જાવ હવે તડકાને બાંધો!

  ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
  તમને નથીને કાંઇ વાંધો?

  – અનિલ જોશી

  *

  અત્યારે દેશ આખો સહિષ્ણુતા-અસહિષ્ણુતાની ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને ચારેકોર કાગડાઓએ ક્રાઉં ક્રાઉં મચાવ્યું છે એવામાં એકાદી કીડી ખોંખારો ખાવાની હિંમત કરે એની સમાંતરે સંત-પંડિતને juxtapose કરીને કવિતાને કવિએ અનોખી ધાર કાઢી આપી છે.

  કવિતાનો મજાનો અંગ્રેજી અનુવાદ પણ અહીં પ્રસ્તુત છે:

  *

  An ant cleared its throat

  An ant cleared its throat in a neem tree swarming with raucous crows
  you do not, do you, object to this?

  Abandoned have bees their hives – and the saint remains oblivious?
  The ant descending from the neem tree – in a drop of gum drowns?
  Now, go and stick with gum the falling leaves again to the branches.
  An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
  you do not, do you, object to this?

  Neem fruit hanging from mango branches and mangoes dangling from neem’s?
  A pot of water thrown on a thirsty ant – and deaf the pundit’s eye still is?
  The jungle’s shrouded in the ant’s shadow – go now, tie up the sun’s beams.
  An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
  you do not, do you, object to this?

  – English Translation by Pradip N Khandwalla
  (અંગ્રેજી ભાષાંતર સૌજન્ય: પોએટ્રીઇન્ડિયા)

 5. વિવેક said,

  October 16, 2017 @ 1:54 am

  @ શિવાની શાહ :

  ખૂબ ખૂબ આભાર…

 6. Shivani Shah said,

  October 16, 2017 @ 6:21 am

  Vivekbhai, thanks for sharing the hikus, translation and the notes.

 7. ysshukla said,

  October 18, 2017 @ 5:57 pm

  બધાજ હાઈકુ બહુજ સુંદર સાથે તત્વજ્ઞાનવાળા ,,,,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment