ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ
જાન ગયો છે એક ઉઝરડે !
‘અમર’ પાલનપુરી

સાર નીકળ્યો – સાહિલ

ચાહતની પળ-વિપળનો ગજબ સાર નીકળ્યો,
નાનકડી કાંકરી નીચે ગિરનાર નીકળ્યો.

સઘળા ભરમનો ભાંગીને ભૂક્કો થઈ ગયો,
સૂરજની આગ-જડતીમાં અંધાર નીકળ્યો.

અવગણના કીધી જેમની મેં બાળકો ગણી,
એ બાળકોની બોલીમાં કિરતાર નીકળ્યો.

બે હાથ દ્વાર ભીડવા ઊંચા થયા અને,
પાંખો મળી તો આંખમાં સત્કાર નીકળ્યો.

સાથે ને સાથે તોય જાણે દૂર જોજનો,
પડછાયો મુજને ભેટવા લાચાર નીકળ્યો.

અવતાર એળે જાય છે એ જાણવા છતાં,
ના મન મહીંથી ચપટી અહંકાર નીકળ્યો.

કલ્પ્યો છે વિશ્વે જેને હજારો સ્વરૂપમાં,
‘સાહિલ’ એ જગનિયંતા નિરાકાર નીકળ્યો.

-સાહિલ

સ-રસ રચના…

1 Comment »

  1. સુરેશ જાની said,

    October 12, 2017 @ 10:01 AM

    સાથે ને સાથે તોય જાણે દૂર જોજનો,
    પડછાયો મુજને ભેટવા લાચાર નીકળ્યો.

    અવતાર એળે જાય છે એ જાણવા છતાં,
    ના મન મહીંથી ચપટી અહંકાર નીકળ્યો.

    કલ્પ્યો છે વિશ્વે જેને હજારો સ્વરૂપમાં,
    ‘સાહિલ’ એ જગનિયંતા નિરાકાર નીકળ્યો

    અદભૂત. સાથે ને સાથે તોય જાણે દૂર જોજનો,… Jonathan Lingston Seagull?
    ———-
    સાહિલનું અસલી નામ ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment