પાનું કોરું જોઈને કોઈ કબીર,
અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.
અંકિત ત્રિવેદી

વાદળો – અતુલ દવે

એની પણ જરૂર
વ્યથા વારતા હશે,
વાદળો કેમ આમ
આંસુ સારતા હશે !!!

– અતુલ દવે

આમ અછાંદસ પણ આમ છંદની ખાસ્સું લગોલગ અને લગભગ ગઝલના શેર જેવું જ નાનકડું કાવ્ય અતુલ દવે લઈ આવ્યા છે. વરસાદને કવિઓ હંમેશા નિતનવા આયામથી જોતા-પોંખતા આવ્યા છે. અહીં કવિની દૃષ્ટિથી વરસાદનું એક નવું મજાનું પરિમાણ રજૂ થયું છે…

7 Comments »

  1. Shah Pravin said,

    September 28, 2017 @ 7:26 AM

    વાહ .. સુંદર…
    વાદળને ઠેસ એક વાગી કે ચોમાસું બેઠુ….

  2. Pravin Shah said,

    September 28, 2017 @ 7:49 AM

    વાહ, વાહ !
    નાનુ, નાજુક અને નમણુ કાવ્ય.
    ખૂબ ગમ્યુ.

  3. સુરેશ જાની said,

    September 28, 2017 @ 10:04 AM

    આદભૂત કલ્પના.
    દરેક હોવાપણાંને એની મજાઓ અને વ્યથાઓ હોય છે !

  4. Shivani Shah said,

    September 28, 2017 @ 11:24 AM

    વાહ ! હોવાપણાની મજા અને વ્યથા !

  5. Atul Dave said,

    September 28, 2017 @ 12:27 PM

  6. Riddhi Sankaliya said,

    October 2, 2017 @ 2:19 AM

    વાહ ,

  7. yogesh shukla said,

    November 12, 2017 @ 11:57 PM

    વાહ શ્રી અતુલ દવે વાહ ,,,
    વ્યથા ,વાર્તા ,વાદળ ,,આશુ ,,,,સુંદર કલ્પના ,…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment