એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.
હર્ષા દવે

અવાજો – મનહર મોદી

અવાજો તો બધેથી આવવાના
હશે રસ્તા તો લોકો ચાલવાના

હૃદયનું હોય તો સમજાય, આ તો
સૂકી રેતીમાં દરિયા દાટવાના

ઘણા વર્ષોથી હુંયે કામમાં છું
બધા પડછાયા ઢગલે ઢાળવાના

ગણતરીના દિવસ બાકી બચ્યા છે
હવે વરસાદમાં શું વાવવાના ?

મુસાફર હોઈએ એથી રૂડું શું ?
અમે રસ્તા વગર પણ ચાલવાના.

– મનહર મોદી

મનહર મોદી બ્રાન્ડ ગઝલ…

5 Comments »

  1. સુરેશ જાની said,

    October 6, 2017 @ 9:44 AM

    મુસાફર હોઈએ એથી રૂડું શું ?
    અમે રસ્તા વગર પણ ચાલવાના.

    આખી જિંદગી એક સફર જ છે. બહુ જ ઓછા શબ્દોમાં સરસ વાત.

  2. Shah Pravin said,

    October 8, 2017 @ 2:32 AM

    અમે રસ્તા વગર પણ ચાલવાના….
    રસ્તો કે મંજિલ ક્યાં નક્કી છે, ચાલવાનું છે એ નક્કી છે. અને મંજિલની જાણ થાય તો રસ્તો આપોઆપ મળી આવે છે….
    વાહ… ખૂબ સુંદર ગઝલ કહી…

  3. સુરેશ જાની said,

    October 8, 2017 @ 7:42 AM

    ‘રસ્તા વગર ચાલવાના’ – કદાચ અંતરયાત્રા તરફ સંકેત કરે છે. વર્તમાનમાં જીવનાર માટે રસ્તો દર ક્ષણે એની મેળે ખૂલતો જાય છે.

  4. La Kant Thakkar said,

    October 18, 2017 @ 9:59 PM

    यात्रा …. हम सब सिर्फ रास्तेमें है,यात्रा…. बाकी, मंज़िल,दिशा,मोड़ सब तय है, *चलना* एक मात्र हमारा काम, रुकना भी उस यात्राका हिस्सा !

  5. La Kant Thakkar said,

    October 18, 2017 @ 10:02 PM

    यात्रा ,बस यात्रा … चलते रहेना

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment