હળવેથી અહીં પધારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે,
સૂતાનું તો વિચારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે.
ભડ ભડ બળી રહ્યો છે દેશ આખો વાતવાતે
બચવાનો ક્યાં છે આરો? ઇતિહાસ સૂઈ રહ્યો છે.
- વિવેક મનહર ટેલર

(તારી રમત, મારી રમત) − ચિનુ મોદી

આપણો વહેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.

સાત સપનાં, એક સૂડો, પાંદડાનું આ જગત,
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.

પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.

વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.

શોધમાં ‘ઇર્શાદ’ છે, ચહેરા વગરનો આદમી,
જે નથી હોતો કદી તારો ફકત, મારો ફકત.

− ચિનુ મોદી

2 Comments »

  1. Pravin Shah said,

    October 13, 2017 @ 6:54 AM

    અમને સહુને છોડીને ચાલ્યા ગયા – આતે કેવી રમત !

    RIP

  2. સુરેશ જાની said,

    October 14, 2017 @ 9:24 AM

    ગજબનાક રચના. ઘણા શેર સમજાયા નથી.
    ભલે ન સમજાયા. પણ એનો સાર તો સમજાઈ જ ગયો. એની વિગતથી શું? જવાહર બક્ષીની બહુ ગમી ગયેલી ગઝલ પણ આ જ ભાવમાં છે .

    હું તો નગરનો ઢોલ છું , પીટો મને
    ———-
    કદાચ ગઝલમાં રદ્દીફ અને કાફિયાનો આવો પ્રયોગ એક માત્ર હશે? એ પણ બહુ , બહુ ગમી ગયો.
    ————-
    જવાહર બક્ષીએ પણ આવા અવનવા પ્રયોગો કરેલા છે. એમની બધી ગઝલો વાંચી નથી શક્યો પણ અત્યંત લાંબા રદ્દીફ કાફિયા વાળી આ ગઝલ પણ આમ જ ગમી ગયેલી…

    http://gujlit.com/book-index.php?bIId=1135&name=%E0%AA%AA%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87-/-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment