સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.
વિવેક મનહર ટેલર

તું નીરખને ! – ભગવતીકુમાર શર્મા

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !

મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !

હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !

છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !

છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !

અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !

-ભગવતીકુમાર શર્મા

કવિશ્રીને ગુજરાત સાહિત્ય-રત્ન ગૌરવ એવોર્ડ તાજેતરમાં જ મળ્યો….

4 Comments »

  1. Atul Dave said,

    September 20, 2017 @ 3:57 AM

    અદ્ભૂત !

  2. mukesh vora said,

    September 20, 2017 @ 4:38 AM

    વાહ શુ કવિતા
    છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
    શિલા જેવું તારું અહમ તું નીરખને !

    ખુબ દિવસો બાદ સરસ કવિતા વાચિ

    મારે પોતનેજ નિરખવાનુ જરુરિ

  3. Shivani Shah said,

    September 20, 2017 @ 8:19 AM

    વાહ ! forceful અભિવ્યક્તિ !
    similar message વાળી પંક્તિઓ યાદ આવી ગઈ:

    ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે..’
    ‘अब जाग मुसाफिर भोर भई अब रैन कहाँ जो सोवत है…’

  4. Jayendra Thakar said,

    September 20, 2017 @ 1:53 PM

    ઘણું સ્પષ્ટ છે અને ગુહ્ય પણ!
    અટકશે કશું પણ ન તારા વિના યે;
    ગતિનો સનાતન નિયમ તું નીરખને !
    એકેએક કળીમાં ભારોભાર સત્ય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment