કશેક શેષ સફરમાં બધાંનો ખપ પડશે
અરણ્ય, પંથ કે ઠોકર કશું નકામું નથી
રઈશ મનીઆર

ભેટ – વિવેક મનહર ટેલર

“સોના-ચાંદી, હીરા-મોતી,
સ્વપ્ન કહે, તું કોના જોતી ?
આભ ચીરીને લાવું ગોતી
.                         જન્મદિને તારા”

એ ના બોલી એક હરફ પણ,
થોડી ઊંચકી, ઢાળી પાંપણ,
હૈયામાં શી થાય વિમાસણ
.                           એના ને મારા !

વીજ ઝબૂકે મેઘાડંબર,
એ ઝંખે છે આજ જીવનભર,
રેલાવી દઉં જન્મદિવસ પર
.                         ગીત તણી ધારા

-વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૨)

સામાન્યરીતે લયસ્તરો પર હું મારી પોતાની રચના જવલ્લે જ મૂકતો હોઉં છું પણ આજે એક ખાસ પ્રસંગના અંતર્ગત એક અંજનીગીત લયસ્તરોના ભાવક માટે…

ભેટ આપણે કાયમ રૂપિયાના ત્રાજવે જ તોલીએ છીએ પણ ક્યારેક એવું પણ બને કે આપણી કુંઠિત મટિરિયાલિસ્ટિક વિચારધારાના અંધારા મેઘાડંબર આકાશમાં સમજણની વીજળીનો મજાનો લિસોટો થાય અને આપણને સમજાઈ જાય કે જેની વર્ષગાંઠ છે એ વ્યક્તિ ખરેખર શું ઝંખે છે… જીવનસાથી પાસે કોઈ પ્રતિભા હોય તો વર્ષગાંઠ પર બીજો જીવનસાથી એ પ્રતિભાનો પમરાટ જ ઇચ્છે કે બીજું કંઈ? વર્ષગાંઠ પોતાની હોય પણ વિકાસ જીવનસાથીનો થાય એનાથી વધીને પ્રેમની કઈ સાબિતી હોઈ શકે? અને એનાથી વધુ કિંમતી ભેટ બીજી કઈ હોય શકે, કહો તો…

14 Comments »

  1. સુનીલ શાહ said,

    September 8, 2017 @ 4:50 AM

    Wonder full..

  2. Amisha Parekh said,

    September 8, 2017 @ 4:50 AM

    Wonderfull adabhut wow words not enough to say about it Dr. Saheb

  3. Chetna Bhatt said,

    September 8, 2017 @ 5:00 AM

    સાચી વાત.. સરસ મજા નું અંજની ગીત.. વૈશાલી બેન ના જન્મદિવસની ભેટ અમૂલ્ય છે..!!

  4. Neha said,

    September 8, 2017 @ 5:22 AM

    Happy birthday Vaishali

    Stay blessed

  5. Neha said,

    September 8, 2017 @ 5:23 AM

    Sundar Anjani geet.

    Abhinandan.

  6. dolly said,

    September 8, 2017 @ 6:21 AM

    એનાથી વધુ કિંમતી ભેટ બીજી કઈ હોય શકે, કહો તો… sundar !!! 💐💐💐

  7. Pravin Shah said,

    September 8, 2017 @ 6:33 AM

    ભેટ મજાની
    કવિતા સુન્દર !

  8. Jayshree Bhakta said,

    September 8, 2017 @ 8:18 AM

    વ્હાલી વૈશાલીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જન્મદિવસની ભેટ એણે માંગી, પણ એ મળી સમસ્ત ગુજરાતીઓને… !!

  9. Shivani Shah said,

    September 8, 2017 @ 8:19 AM

    ‘જીવનસાથી પાસે કોઈ પ્રતિભા હોય તો વર્ષગાંઠ પર બીજો જીવનસાથી એ પ્રતિભાનો પમરાટ જ ઇચ્છે કે બીજું કંઈ? વર્ષગાંઠ પોતાની હોય પણ વિકાસ જીવનસાથીનો થાય એનાથી વધીને પ્રેમની કઈ સાબિતી હોઈ શકે? અને એનાથી વધુ કિંમતી ભેટ બીજી કઈ હોય શકે, કહો તો…’

    – એટલે જ તો કવિએ કહ્યું છે કે, સખી, સુખનું સરનામું તો સમજણ કહેવાય’
    જન્મદિન મુબારકબાદીની સરસ ભેટ..!

  10. Chitralekha Majmudar said,

    September 8, 2017 @ 9:14 AM

    Very sweet and thoughtful poem.

  11. Poonam said,

    September 8, 2017 @ 9:49 AM

    Amulya bhet…👌🏻😊
    Janmdin ki dhero badhaiya 🎂💐

  12. ઢીંમર દિવેન said,

    September 8, 2017 @ 1:09 PM

    જન્મદિને તારા…

  13. Rakesh Thakkar said,

    September 9, 2017 @ 12:13 AM

    અતિ સુઁદર
    વીજ ઝબૂકે મેઘાડંબર,
    એ ઝંખે છે આજ જીવનભર,
    રેલાવી દઉં જન્મદિવસ પર
    . ગીત તણી ધારા

  14. ketan yajnik said,

    September 9, 2017 @ 9:30 AM

    ગીત તણી ધારા
    શું કામ મીઠું મરચું કે સાકર ઉમેરું?
    ભેટ આપણે કાયમ રૂપિયાના ત્રાજવે જ તોલીએ છીએ પણ ક્યારેક એવું પણ બને કે આપણી કુંઠિત મટિરિયાલિસ્ટિક વિચારધારાના અંધારા મેઘાડંબર આકાશમાં સમજણની વીજળીનો મજાનો લિસોટો થાય અને આપણને સમજાઈ જાય કે જેની વર્ષગાંઠ છે એ વ્યક્તિ ખરેખર શું ઝંખે છે… જીવનસાથી પાસે કોઈ પ્રતિભા હોય તો વર્ષગાંઠ પર બીજો જીવનસાથી એ પ્રતિભાનો પમરાટ જ ઇચ્છે કે બીજું કંઈ? વર્ષગાંઠ પોતાની હોય પણ વિકાસ જીવનસાથીનો થાય એનાથી વધીને પ્રેમની કઈ સાબિતી હોઈ શકે? અને એનાથી વધુ કિંમતી ભેટ બીજી કઈ હોય શકે, કહો તો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment