તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
ગની દહીંવાલા

(આંખોમાં જો) – વિજય રાજ્યગુરુ

અરીસામાં નહિ, મારી આંખોમાં જો !
તું છો એના કરતાંયે રૂપાળી છો !

અમે એક પળમાં ગુમાવ્યું હતું,
અે રીતે જ તારું હૃદય તુંયે ખો !

પ્રણયમાં તો ડૂબીને તરવું પડે,
કિનારો તજી દે, નહીં રાખ ભો !

દરદનીય છે એક નોખી મજા,
તુંયે તારી આંખોને આંસુથી ધો.

તને તો જ ભાષા ઉકલશે હવે,
તુંયે મારી જેમ જ પ્રણયમગ્ન હો.

– વિજય રાજ્યગુરુ

એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ ને તેય પાછી એકાક્ષરી! એકેયનું પુનરાવર્તન પણ નહીં ને ઉપરથી આખી રચના આસ્વાદ્ય. વાહ!

7 Comments »

 1. Neha said,

  August 3, 2017 @ 2:32 am

  Pahelo sher j kevo majano !!
  aakhi ghzl khub gami.
  abhinandan vijaybhai
  thank you layastaro

 2. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  August 3, 2017 @ 5:34 am

  @ વિજય રાજ્યગુરુ – સુંદર ગઝલ.
  @ વિવેકજી /b> GujaratiLexicon ની રદીફની બંને વ્યાખ્યા મુજબ આમાંની એક પણ અહીંયા બંધબેસતી નથી, તો આ ગઝલના દરેક શેર ના અંતિમ શેર ને રદીફ કહેવાય કે નહીં ?
  http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/રદીફ/
  @ લયસ્તરો /b> – આભાર.

  જય ભારત.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 3. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  August 3, 2017 @ 5:36 am

  @ વિજય રાજ્યગુરુ – સુંદર ગઝલ.
  @ વિવેકજી GujaratiLexicon ની રદીફની બંને વ્યાખ્યા મુજબ આમાંની એક પણ અહીંયા બંધબેસતી નથી, તો આ ગઝલના દરેક શેર ના અંતિમ શબ્દને રદીફ કહેવાય કે નહીં ?
  http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/રદીફ/
  @ લયસ્તરો – આભાર.

  જય ભારત.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 4. Shivani Shah said,

  August 3, 2017 @ 4:22 pm

  With due respect for the poet and his creation, I take liberty to add a few more lines here:

  ‘ચાહત’ ની ચાહતને ખંખેરીને
  સાચું તાદાત્મ્ય સાધી તો જો.
  વિવિધતાથી ભરેલી વસુધાને જો,
  વિસ્મયયુક્ત દૃષ્ટિનો નાતો ના ખો.
  સાથે વહેવું,વાંચવું અને વિચારવું-
  આમ સહચર્યને સાર્થક કરી જો.
  સુખ-દુ:ખની સરિતામાં સાથે તરીને
  રાચે એવો સંપીલો તરવૈયો તું જો !

 5. Amit shah said,

  August 3, 2017 @ 10:21 pm

  પેહ્લો શેર લાજવબ્

  શિવાનેી – સરસ્

 6. Shivani Shah said,

  August 4, 2017 @ 8:11 am

  Thanks Laystaro ! Thanks Amitbhai !

 7. જ્ઞાન સાથે ગમ્મત said,

  August 6, 2017 @ 11:28 pm

  વાહ ! વાહ !વાહ !
  https://goo.gl/xB8oYC

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment