દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

થયો ! – રાજેન્દ્ર શુકલ

પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.

“તું” થઈને શુદ્ધ શૃંગારી થયો
“હું” થઇ અવધૂત અલગારી થયો.

કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એ જ ઉદગારી થયો.

મુક્ત સ્વેચ્છાએ જ બંધાયો સ્વ માં,
સ્થિર મટીને કેવો સંસારી થયો ?

તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઇને પૂજારી થયો !

– રાજેન્દ્ર શુકલ

ચોથો શેર લાજવાબ છે…..

1 Comment »

  1. Shivani Shah said,

    July 19, 2017 @ 2:36 PM

    ‘મુક્ત સ્વેચ્છાએ જ બંધાયો સ્વ માં,’

    Very profound line..
    સાંભળ્યું છે કે બંધન વિના મુક્તિ કેવી ? જે બંધાય એ જ બાંધી શકે..ગવૈયો સૂર, તાલ અને લયથી બંધાય પછી મુક્તપણે ગાઇ શકે…સવાલ સ્વતંત્રતા v/s સ્વછંદતાનો હોઇ શકે..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment