આપણો સંબંધ બસ છૂટી ગયો,
તાંતણો કાચો હતો, તૂટી ગયો.
વિજય રાજ્યગુરુ

આવી હશે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

4 Comments »

 1. solanki shailesh said,

  July 18, 2017 @ 10:26 pm

  ખુબ સરસ ગઝલ….

 2. દિવ્યરાજસિંહ સરવૈયા said,

  July 19, 2017 @ 12:29 am

  https://historyliterature.wordpress.com/2017/07/15/%e0%aa%ae%e0%ab%80%e0%aa%a0%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%b2%e0%aa%ae/

  મારી કાવ્યરચના
  “History&literature” બ્લોગ પર

 3. yogesh shukla said,

  July 19, 2017 @ 1:23 pm

  બહુજ સુંદર રચના

 4. Rohit kapadia said,

  July 19, 2017 @ 7:00 pm

  છે ગજબની શૂન્યતા ચોમેર અહીં તે છતાં
  કાનમાં સંભળાય ભણકાર તું આવી હશે ખૂબ જ સુંદર રચના. નદીનો ખળખળાટ, આંગણ, આંખો અને રસ્તાની પ્રતિક્ષાની વિહ્વળતાની સાથે સંકળાયેલ એનાં આગમનની એંધાણી બહોત ખૂબ. ધન્યવાદ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment