ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.
મનહરલાલ ચોક્સી

(પછી) – હિમલ પંડ્યા

સાચવી, સમજી-વિચારીને પછી,
મેંય મૂકી જિદ્દ હારીને પછી.

ખૂબ પસ્તાવાનું થાતું હોય છે,
કોઈને પોતાનું ધારીને પછી.

તૂટતા સપનાને જોવાનું, અને –
બેસવાનું મનને મારીને પછી.

એ નજરને ફેરવી નીકળી ગયાં!
ખૂબ સમજાવી મેં બારીને પછી.

લાગશે, હળવાશ નક્કી લાગશે
કાંચળી જૂની ઉતારીને પછી.

જિંદગીને મેંય અપનાવી લીધી,
આંસુઓ બે-ચાર સારીને પછી.

– હિમલ પંડ્યા

વાંચતાવેંત હૈયામાં ઊતરી જાય એવી મજાની ગઝલ. બધા જ શેર અદભુત…

11 Comments »

 1. Kaushik Raval said,

  August 11, 2017 @ 4:19 am

  અદ્ભુત

 2. Shivani Shah said,

  August 11, 2017 @ 5:08 am

  હતાશાથી તરબોળ થયેલી રચના !

 3. chandresh said,

  August 11, 2017 @ 6:07 am

  હા,સુન્દર રજુઆત ..મનને મનાવ્વાનુ કેટ્લુ આસાન્…

  “લાગશે, હળવાશ નક્કી લાગશે
  કાંચળી જૂની ઉતારીને પછી.”……

  “બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
  ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !”
  (બેફામ)

 4. chetan said,

  August 11, 2017 @ 6:54 am

  એકેક શેર ખરેખર સવાશેર

 5. ysshukla said,

  August 11, 2017 @ 10:21 am

  સુંદર રચના

 6. Pravin Shah said,

  August 11, 2017 @ 11:41 am

  કોઈને પોતાનું ધારીને પછી…. સુન્દર રચના…

 7. લક્ષ્મી ડોબરિયા said,

  August 11, 2017 @ 12:04 pm

  સર્વાંગ સુંદર ગઝલ.

 8. Keyur said,

  August 11, 2017 @ 1:24 pm

  ચોથો અને પાંચમો શેર અદભૂત… અભિનંદન..

 9. Sudhir Patel said,

  August 12, 2017 @ 1:11 am

  khub saras Gazal

 10. ડૉ.મહેશ રાવલ said,

  August 12, 2017 @ 1:55 am

  વાહ…!
  ખરેખર સરસ ગઝલ બની છે,હિમલભાઇ.
  -ગઝલપૂર્વક અભિનંદન.

 11. Dolly said,

  August 13, 2017 @ 6:17 am

  Khub saras !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment