ભરબપોરે કોણ સૂરજને છળે છે?
કાળ થઈ આ વાદળાં તડકો ગળે છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’

પાંખડી મનની શતદલ થઈ ગઈ – દેવિકા ધ્રુવ

અણધારી આ હલચલ થઈ ગઈ,
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્વળ થઈ ગઈ.

– દેવિકા ધ્રુવ

પારિજાતના ફૂલની જેમ, જીવનની સાંજે જયારે અંદરથી સમજણનું પુષ્પ -ભલેને મોડે મોડે- ખુલે છે ત્યારની -સૂર્યથીય વધુ ઉજ્જવળ અને કમળથીય વધુ કોમળ- અવસ્થાની ગઝલ.

14 Comments »

  1. Girish Parikh said,

    July 18, 2017 @ 12:24 AM

    દેવિકાબહેન આ ગઝલમાં પૂરાં ફોર્મમાં છે! એમના વિશે પી.કે. દાવડાના ઇ-પુસ્તક ‘૫૦ મળવા જેવા માણસ’માં તાજેતરમાં વાંચ્યું.
    પહેલા શેરમાં વર્ણવ્યું છે એ મેં જાતે અનુભવ્યું છે! એ વિશે http://www.GirishParikh.wordpress.com પર લખવા પ્રયત્ન કરીશ.

  2. Hitesh Topiwala said,

    July 18, 2017 @ 4:16 AM

    નાની શી ચિનગારી સળગી,
    ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

    અત્યન્ત સુક્ષ્મ સમ્વેદન

  3. Dinesh Pandya said,

    July 18, 2017 @ 6:22 AM

    સુંદર ગઝલ!
    શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો
    પાંખડી મનની શતદલ થઈ ગઈ.

    કોણે જાણ્યું ક્યાંથી આવી,
    બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

  4. ketan yajnik said,

    July 18, 2017 @ 8:49 AM

    તમેઅભિનન્દ મળ્યા ત્યાં ગઝલ લજામણી થઇ ગઈ
    ાભિનન્દન્

  5. p.k.davda said,

    July 18, 2017 @ 12:33 PM

    બહુ સરસ ગઝલ છે બહેન.

  6. ડૉ.મહેશ રાવલ said,

    July 18, 2017 @ 1:15 PM

    સરસ ગઝલ બની છે, દેવિકાબેન.
    અભિનંદન.

  7. baxsureshi said,

    July 18, 2017 @ 4:11 PM

    સરસ ખુબ સરસ્

  8. pragnajuvyas said,

    July 18, 2017 @ 4:12 PM

    અ દ ભૂ ત
    નાની શી ચિનગારી સળગી,
    ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ…
    આ તો તને અનહદ સાથે નેહ થયો હવે મનસા અમરત પ્રીત પામી!
    કોણે જાણ્યું ક્યાંથી આવી,
    બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.
    તારી તીખા તાપે તપતી સૂની સીમમા મધરો મધરો મેહ વરસ્યો
    સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
    આરત ફૂલની ઉજ્વળ થઈ ગઈ
    હવે પ્યારા પ્રભુના સ્મરણમનનમાં રાતદિવસ ડૂબી જા. તારું તન, મન, સર્વકાંઈ સંગીતનાં પેલાં વિવિધ વાજિંત્રોની જેમ સંવાદ સાધીને તાલબદ્ધ રીતે વાગી ઊઠશે. એમાંથી પમાશે

    અનહદ નાદ

  9. Pravin Shah said,

    July 18, 2017 @ 11:40 PM

    Khub j sundar… Devika ben
    Dili abhinandan…

  10. દિવ્યરાજસિંહ સરવૈયા said,

    July 19, 2017 @ 12:33 AM

    https://historyliterature.wordpress.com/2017/07/15/%e0%aa%ae%e0%ab%80%e0%aa%a0%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%b2%e0%aa%ae/

  11. અશોક જાની 'આનંદ' said,

    July 19, 2017 @ 3:43 AM

    સુંદર ગઝલ…. ટૂંકી બહેરમાં મજાનું કામ.. કાફિયામાં છૂટ લેવાઈ છે

  12. SARYU PARIKH said,

    July 19, 2017 @ 9:57 AM

    વાહ! મજાની રચના, તાલબધ્ધ.
    સરયૂ પરીખ

  13. Shaila Munshaw said,

    July 21, 2017 @ 9:54 AM

    “વયનો પડદો હાલ્યો ત્યાં તો,
    સમજણ આખી સળવળ થઈ ગઈ.”
    સાચી અને માર્મિક ગઝલ.

  14. kirit oza said,

    July 23, 2017 @ 4:21 AM

    મજ્જા આવિ.ગાઈ શકાયઆએવિ સુન્દેર ગઝલ .દેવકિબેનને અભિનદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment