તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

લાગણીવશ હાથમાંથી… – ચિનુ મોદી ‘ઈર્શાદ’

લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો,
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.

હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી,
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.

આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!

મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં,
કાંચળી છોડી છતાં હું ઘેનમાં પાછો પડ્યો.

આ રિયાસતમાં હવે ‘ઈર્શાદ’ શું વટ રાખવો?
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

સાદ્યંત સુંદર ગઝલ…

5 Comments »

  1. Suresh Shah said,

    August 24, 2017 @ 5:58 AM

    બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.
    મનના અભરખા શુ ન્વ્થી કરાવતા ….
    કુદરતને બાથમા લેવાના ફાફા,
    આ અભિલાષા છે, તરસ છે.

  2. SARYU PARIKH said,

    August 24, 2017 @ 12:26 PM

    વાહ! આ રિયાસતમાં હવે ‘ઈર્શાદ’ શું વટ રાખવો?
    બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.
    સરયૂ પરીખ

  3. Shivani Shah said,

    August 25, 2017 @ 7:22 PM

    દરેક શેર દ્વારા કવિ કેટલું બધું કહી જાય છે. .
    ‘Less is more’ કહેવતને પ્રત્યેક પંક્તિ દ્વારા સાચી ઠરાવે છે..એ પ્રથમ પંક્તિમાં થોડો ફેરફાર કરીને બીજું થોડું ઉમેરવાની ધૃષ્ટતા કરું છું. ..hope I will be excused…

    લાગણી અને સમજણ વિનાના હાથમાંથી પાસો પડ્યો
    જાણે શકુનિ અને દુર્યોધનના વ્યક્તિત્વનો
    સાંધો થયો
    ના અબળાની પ્રાર્થના ફળી ના પ્રભુનો
    વિજય થયો
    જાણે ડરામણી દંતકથા કહી જેમાં
    ધર્મનો પરાજય થયો.
    મહાવિનાશ ના સર્જાયો પણ સત્યનો
    શિરચ્છેદ થયો.
    કૃષ્ણા, કુંતી, ગાંધારી ઢળી પડ્યા ને
    મંથરા- શકુનિનો
    જયજયકાર થયો !!
    તંદ્રાનો તંતુ તૂટી ગયો ત્યારે પ્રભુનો
    સાક્ષાતકાર થયો…

    ફરી એક વાર આવી ધૃષ્ટતા બદલ માફી માંગુ છું…

  4. Shivani Shah said,

    September 6, 2017 @ 10:04 AM

    from the book titled The Ifs of History:
    ‘Columbus and Lincoln, Waterloo and Bull Run-how history would have changed if just a few things had happened differently You can look at the major events of history in one of three ways. First, you can see them as a series of mechanical causes and effects, tumbling one after the other in dizzying chains leading back forever in time. Second, you can see them as the product of pure chance, in which random uncontrolled events shape the destinies of men and nations. Or, third, you can see a Divine hand at work, intervening in human affairs with an occasional tiny nudge of events in one direction or another. Any way you look at it, it is fascinating to think about what would have happened IF one of those chains had been broken, or random chance had fallen differently, or that Divine tap had not occurred. In a series of short, easily read articles, Joseph Chamberlin takes us on a tour of some of the major people and events in history, and the minute factors that caused events to turn out as they did. What would have happened, for example, if Columbus had not changed course at the last minute and had discovered South Carolina, instead of the Caribbean islands? What would have happened if the Spanish Armada had sailed when they were supposed to, or if George Washington had joined the Royal Navy instead of the Army when he was a young man, or if Lincoln’s father had moved to Mississippi instead of Illinois? If you love history, this is a book that you simply can not put down’

  5. Shivani Shah said,

    September 7, 2017 @ 12:31 PM

    Layastaro, thanks for sharing this forward from the book The Ifs of History.
    During the British Raj time, my dad studied at Divan Ballubhai School in Ahmedabad and his history teacher Divaan Saheb used to talk about the ifs of history while teaching..I was fascinated when years ago ( some 45 years ago) my dad shared this with me.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment