તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.
મકરંદ મુસળે

(ખાલીપો) – ડૉ.મનોજ જોશી ‘મન’

રાંક બની ધ્રૂજે રાજીપો;
એમ ભીતર ખખડે ખાલીપો.

વર્તન એમ જ સીધું થાશે,
ટીપો, ટીપો, વિચાર ટીપો !

અહીં નિયમ છે blind જ રમવું;
રાત-દિવસનાં પત્તાં ચીપો !

આંસુ પીધાં; લોહી’યે પીધું,
ખમ્મા તરસદે ! હવે તો છીપો.

જીવન આખ્ખું ચમકી ઉઠશે,
આંગણ સાથે ‘મન’ પણ લીંપો !

– ડૉ.મનોજ જોશી ‘મન’

બહર ટૂંકી પણ કામ મોટું.

બંધ ડબ્બામાં એલ્યુમિનિયમના સિક્કા મૂકીને બાળપણમાં સહુએ ખખડાવવાની મજા માણી હશે, ખરું ને? પણ ડબ્બો સિક્કાઓથી આખો ભરેલો હોય તો? ખખડે ખરો? જી, ડબ્બાને ખખડવા માટે ભીતર ખાલીપો જોઈએ પણ ખાલીપાની ભીતર પણ ખાલીપાનો જ સિક્કો હોય તો? ખાલીપાનો આ તે કેવો ગુણાકાર? રાજીપો તો બિચારો દૂર ઊભા રહી થર-થર ધ્રુજવા સિવાય હવે કરેય શું?

મક્તામાં તખલ્લુસ પણ કેવું ચપોચપ કામમાં લીધું છે! આખી ગઝલ આજ રીતે આસ્વાદ્ય…

9 Comments »

 1. Shivani Shah said,

  July 12, 2017 @ 1:24 am

  માણસની પ્રકૃતિ રાજસીક હોય કે તામસીક, મોડી વહેલી એ સત્વ તરફ કુદરતી રીતે પ્રયાણ કરવાની જ. માણસ પોતે પોતાની જાતને નડતો હોય છે પણ કુદરત એનાથી ઘણી વધારે શક્તિશાળી છે. આ વાત રાજા – રંક, નિર્બળ-બળવાન દરેકને લાગુ પડતી જ હશે .

 2. shreyas said,

  July 12, 2017 @ 3:13 am

  વાહ ખુબ સરસ ગઝલ. દરેક શેર ખુબ સરસ.

  વર્તન એમ જ સીધું થાશે,
  ટીપો, ટીપો, વિચાર ટીપો !

  વાહ

 3. Manoj shukla said,

  July 12, 2017 @ 4:04 am

  વાહ, આંગણ સાથે મન પણ લીપો

 4. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  July 12, 2017 @ 4:11 am


  @ ડૉ.મનોજ જોશી ‘મન’ – વાહ! અતિસુંદર.
  @ લયસ્તરો – આભાર.
  જય ભારત.
  ☆★☆★☆★☆★☆★☆★☆★☆★☆★☆
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 5. binita said,

  July 12, 2017 @ 4:14 am

  વાહ ખુબ સરસ ગઝલ

 6. Rajnikant Vyas ? said,

  July 12, 2017 @ 7:13 am

  ?

 7. Aasifkhan said,

  July 13, 2017 @ 4:36 am

  મનોજભાઈ
  વાહ
  વાહ

 8. Hasmukh Rathod said,

  July 14, 2017 @ 2:52 am

  વાહ ખુબ સરસ ગઝલ

 9. લલિત ત્રિવેદી said,

  July 17, 2017 @ 1:28 pm

  સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment