તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

(માન તો રાખ્યું જ છે) – કિરણસિંહ ચૌહાણ

માન તો રાખ્યું જ છે પણ મન નથી રાખ્યું તમે,
આપણા સંબંધમાં જીવન નથી રાખ્યું તમે.

એ ખરું કે સહેજ પણ બંધન નથી રાખ્યું તમે,
તોય પોતીકા સમું વર્તન નથી રાખ્યું તમે.

આટલા જલ્દી તમે ઘરડાં થયાં, કારણ કહું?
વાણી, વર્તન ક્યાંય પણ યૌવન નથી રાખ્યું તમે.

એ જ, એનો એ જ છે આજેય લબકારાનો લય,
કોઇને માટે અલગ કંપન નથી રાખ્યું તમે.

આપ કરતા હો છો મૃત્યુની જ વાતો હરઘડી,
જીવવાનું કોઇ આયોજન નથી રાખ્યું તમે?

– કિરણસિંહ ચૌહાણ

માન અને મન ! – એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ ! શબ્દોની આવી કરામત જોઈએ ત્યારે ખાતરી થાય કે કવિ શબ્દો પાસે જતો નથી, શબ્દો કવિ પાસે આવે છે. ઉપરછલ્લું માન રાખવાનું આપણને સહુને રાસ આવી ગયું છે પણ સામાનું મન કેવી રીતે રાખવું જ્યારે ચૂકી જવાય છે ત્યારે સંબંધમાં માત્ર શરીર રહી જાય છે, જીવન ઓસરી જાય છે. અકાળે વૃદ્ધત્વ આવી જવાનું કારણ સમજાવતો શેર તો અજરામર થવા સર્જાયો છે… આખી ગઝલ એકદમ સરળ અને સહજ ભાષામાં પણ એક-એક શેર બિંદુમાં સિંધુ જેવા!

14 Comments »

  1. Neha said,

    July 11, 2017 @ 6:46 AM

    વાહ વાહ

  2. Rina said,

    July 11, 2017 @ 7:36 AM

    Waaaaahhhh

  3. નિનાદ અધ્યારુ said,

    July 11, 2017 @ 8:01 AM

    આટલા જલ્દી તમે ઘરડાં થયાં, કારણ કહું?
    વાણી, વર્તન ક્યાંય પણ યૌવન નથી રાખ્યું તમે.

    વાહ કિરણભાઈ …
    જ્ઞાન-વિજ્ઞાન બંનેનો સમન્વય …!

  4. dolly said,

    July 11, 2017 @ 10:21 AM

    આહા… સુન્દર ગઝલ

  5. Rakesh Thakkar, Vapi said,

    July 11, 2017 @ 11:59 PM

    સરસ.
    એકદમ સરળ અને સહજ ભાષામાં પણ એક-એક શેર બિંદુમાં સિંધુ જેવા!
    માન તો રાખ્યું જ છે પણ મન નથી રાખ્યું તમે,
    આપણા સંબંધમાં જીવન નથી રાખ્યું તમે.

  6. Aasifkhan said,

    July 12, 2017 @ 12:35 AM

    વાહ
    સરસ રચના

  7. shreyas said,

    July 12, 2017 @ 3:15 AM

    અતિ સુન્દર ગઝલ

    એ ખરું કે સહેજ પણ બંધન નથી રાખ્યું તમે,
    તોય પોતીકા સમું વર્તન નથી રાખ્યું તમે.

    વાહ ક્યા બાત હૈ કવિ

  8. Poonam said,

    July 12, 2017 @ 3:15 AM

    આપ કરતા હો છો મૃત્યુની જ વાતો હરઘડી,
    જીવવાનું કોઇ આયોજન નથી રાખ્યું તમે?

    – કિરણસિંહ ચૌહાણ Waah !

  9. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    July 12, 2017 @ 4:14 AM


    @ કિરણસિંહ ચૌહાણ – અતિસુંદર.
    @ લયસ્તરો – આભાર.
    જય ભારત.
    ☆★☆★☆★☆★☆★☆★☆★☆★☆★☆
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  10. dinesh gogari said,

    July 12, 2017 @ 9:51 AM

    એકે એક વિચારનું આયોજન અતિ કાવ્યાત્મક. વાહ!
    સરયૂ પરીખ

  11. SARYU PARIKH said,

    July 12, 2017 @ 9:54 AM

    વાહ! એકે એક વિચારનું સુંદર કાવ્યાત્મક આયોજન.
    સરયૂ પરીખ્

  12. yogesh shukla said,

    July 12, 2017 @ 10:35 AM

    કઈ પંક્તિ શેર મને બહુજ ગમી કહું ,
    અહીં તો બધી એક એકથી ચઢિયાતી છે ,
    વિષય મને બહુજ બહુજ ગમ્યો ,

  13. dharmesh vekariya said,

    July 13, 2017 @ 3:35 AM

    વહ સુન્દર ગઝલ ખુબ મજા આવિ

  14. Shivani Shah said,

    July 15, 2017 @ 1:19 PM

    સરસ ગઝલ..
    Also,
    એક આંગળી તમને જ ચીંધે ત્યારે
    એકે ખુદને ચીંધે એવું ચિંતન નથી રાખ્યું અમે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment