વિચાર છે કે થઈ જાઉં નિર્વિચાર જરા,
વિચાર પર છે પરંતુ ક્યાં અખ્તિયાર જરા?
વિવેક મનહર ટેલર

મોજ જન્મે છે – ગિરીશ પોપટ ‘ગુમાન’

જીવનમાં દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે,
હું તમને જોઉં છું ને બસ મનોમન મોજ જન્મે છે.

ખબર નહીં કે કઈ માટીની ઇચ્છાઓ બનેલી છે!
મરે છે તરફડી કાયમ છતાં એ રોજ જન્મે છે.

અસર લાચારીની એ રીતે પ્રસરી ગઈ છે જીવનમાં,
હૃદયમાં પણ હવે લાચાર ઇચ્છાઓ જ જન્મે છે.

દુઃખોના પહાડ સામે પણ કદી ઝૂકવા નથી દેતો,
હૃદયમાં કોણ છે ‘ગુમાન’, જે દરરોજ જન્મે છે?

– ગિરીશ પોપટ ‘ગુમાન’

ત્રીજા શેરને બાદ કરીએ તો બાકીની આખી ગઝલ લાખ નિરાશાની વચ્ચે છૂપાયેલી અમર આશાને શોધવા નીકળેલી પોઝિટિવિટીથી ભરપૂર…

6 Comments »

 1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  July 7, 2017 @ 2:59 am

  @ ગિરીશ પોપટ ‘ગુમાન’ -અતિસુંદર ગઝલ.
  @ લયસ્તરો -આભાર.
  જય ભારત.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 2. Aasifkhan said,

  July 7, 2017 @ 6:33 am

  વાહગિરીશ

 3. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  July 7, 2017 @ 8:22 am

  ક્યા બાત

 4. jay kantwala said,

  July 7, 2017 @ 8:23 am

  વાહ ગિરિશભાઇ

 5. ઇશ્ક પાલનપુરી said,

  July 8, 2017 @ 3:05 am

  બહું સરસ

 6. Lata hirani said,

  July 8, 2017 @ 12:56 pm

  વાહ. બહુ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment