સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર!
યામિની વ્યાસ

(તળિયું બારમાસી) – નિનાદ અધ્યારુ

ત્યાં તો તળિયું બારમાસી હોય છે,
ઝૂંપડીમાં ક્યાં અગાસી હોય છે !

જિંદગી જાણે કે કોઈ મોટું જહાજ,
આપણું હોવું ખલાસી હોય છે.

આપણા પગમાં કશું હોતું નથી,
આપણા મનમાં કપાસી હોય છે.

પહેલે-બીજે પહોર એની યાદમાં,
ત્રીજે પહોરે ભીમપલાસી હોય છે.

દે ટકોરા મોતને, તું દે ‘નિનાદ’,
જિંદગી કોણે ચકાસી હોય છે !

– નિનાદ અધ્યારુ

નિર્ધનતાનું કેવું ‘ધનિક’ આરોપણ !! – બારમાસી તળિયું! વાહ કવિ… ગરીબીની ચરમસીમા આબાદ પકડીને બે જ પંક્તિમાં રજૂ કરી દીધી… બધા જ શેર આસ્વાદ્ય થયા છે. પણ કપાસી આપણા પગમાં નહીં, મનમાં હોય છે એમ કહીને કવિ આપણી કામચોર માનસિકતાને ઉઘાડી પાડે છે ત્યારે કોઈ મીઠામાં ડૂબાડીને ચાબખા મારતું હોય એવું અનુભવાય છે. ભીમપલાસી ત્રીજા પહોરનો રાગ છે. એવું કહે છે કે બપોરે એ ગાવામાં આવે તો દિવસો સુધી શાંતિનો અનુભવ સાંભળનારને થાય છે… ટકોરા દઈને વસ્તુ ખરીદવાની આપણને સૌને આદત પડી ગઈ છે… જિંદગીને કોઈ દિ’ એમ ચકાસી ખરી? કે જે મળ્યું એ ચલાવી લીધું?! કમ સે કમ મોતને તો ચકાસી જોઈએ…

8 Comments »

  1. shreyas said,

    June 29, 2017 @ 1:42 AM

    વાહ

  2. Ketan Bhatt said,

    June 29, 2017 @ 9:08 AM

    Very nice gazal

  3. Shivani Shah said,

    June 29, 2017 @ 11:08 PM

    ‘ત્યાં તો તળિયું બારમાસી હોય છે,
    ઝૂંપડીમાં ક્યાં અગાસી હોય છે !

    જિંદગી જાણે કે કોઈ મોટું જહાજ,
    આપણું હોવું ખલાસી હોય છે.’

    પહેલી બે પંક્તિઓ સોંસરી ઉતરી ગઈ. .
    બીજી બે પણ સરસ..જિંદગી એક જહાજ અને આપણે ખલાસી..ગમે તેવા અણધાર્યા સંજોગોમાં પણ જહાજને તરતું રાખીને સફર ચાલુ રાખવાની..જહાજ એની મંઝિલે પહોંચે ત્યાં સુધી …

  4. Rakesh Thakkar, Vapi said,

    June 30, 2017 @ 12:10 AM

    વાહ કવિ…
    દે ટકોરા મોતને, તું દે ‘નિનાદ’,
    જિંદગી કોણે ચકાસી હોય છે !

  5. Hiren said,

    June 30, 2017 @ 2:50 PM

    Wah kaviraaj wah

  6. beena said,

    July 1, 2017 @ 3:32 AM

    નિનાદ ભાઈ ,સરસ કાવ્ય્,
    જીંદગીનો તમને થએલો અનુભવ સુપેરે વર્ણવ્યો.
    હું આજીવન ડોક્ટર ! એટલે પીડા દેખાય એટલે મારી હીલીંગ બેગ ખૂલી જાય.
    પછી તે મનમાં ખૂંચતી કપાસી હોય જે આપણને નિષ્ક્રિય બનાવતી હોય કે પછી અગાસી ની ખૂલાશ નો અભાવ હોય કે પછી મૃત્યુને ચકાસી જોવાની અસહાયતા હોય.
    મારી પાસે ઈલાજ તો હાજર છે .કિંતુ અગ્નીમાં સપડાએલા સહદેવ ની જેમ મને અકળામણ છે / ભાઈ લોક મને ઊપાય પૂછો ને ભઈ !
    કાવ્ય અસરકારક છે.વ્યથાની કથા ક્યાં બધા માંડી શકે છે?
    અપરાજિતા

  7. Sharad Shukla said,

    July 2, 2017 @ 2:05 AM

    Kya khub

  8. Varsha jani said,

    February 18, 2018 @ 12:27 AM

    Khub saras Ninadbhai
    Vadhu kai kahi saku am nathi

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment