અર્ધી ડૂબેલી ભેસનો પણ મંચ જ્યાં મળ્યો,
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

સૂફી દોહરા – સિતાંશુ યશશ્ચંદ્ર

રાતો સાગર ચઢ્યો હિલોળે, એના હિંસ્ર ગરજતા લોઢ,
તળિયાના અંધારને અમે થઈ આવ્યા મોઢામોઢ.

અંધકારના તળિયે જઈને જોયું તો, સ્થિર જ્યોતિ
વડવાનલ જેમ ઝલકી ઊઠતું ઝંખાનું જે મોતી.

ઝંખું ઝંખું તારાં દરસ ને તું કેવળ અણસાર,
તારું હોવું મને અડકતું થઈ છેક જ તીણી ધાર.

લોચનથી હેરાય નહીં, તું છે જ નહીં જાણે સાવ,
[મારો] કર લંબાતો નજર થઈ [તો] તુજ દરસ મળે થઈ ઘાવ.

મરણતોલ ઘાયલ થયા [તો] થયો જીવવાનો આરંભ,
મિલનનું એક જ નામ છે – ઝંખન મનનું વણથંભ.

સદાકાળના સંગની ઝંખા જેવી કઈ ભૂલ ?
પંખી થઈને મળ્યું એક ડાળીને એનું ફૂલ.

શબદ હોય તો સમજવો, આ તો સાંભળવો ભણકાર,
પડતા પર્ણને મળીને મળ્યો પવન તણો આધાર.

સત્ય ફક્ત છે ઝંખા, મળવું ના-મળવું, એ ય શું ?
બીજની રાતે પૂનમનો ચાંદો શોધું છું હું.

– સિતાંશુ યશશ્ચંદ્ર
[આ સૂફી દોહરા ‘જટાયુ’માંથી લીધા છે.]

સંપૂણપણે આંતર-ગતિ કરતો સર્જક જ આ કક્ષાએ પહોંચી શકે ! પ્રત્યેક દોહરામાં નિષ્પક્ષ અને તલસ્પર્શી introspection – આંતરદર્શન છલકે છે. સિતાંશુભાઈની રચના હોય અને સૂક્ષ્મતા ન હોય એ સંભવે જ નહીં….જેમ કે – ‘ મિલનનું એક જ નામ છે – ઝંખન મનનું વણથંભ. ‘- આ કક્ષાનું દર્શન ભાગ્યે જ જોવા મળતું હોય છે.

7 Comments »

 1. Rakesh Thakkar, Vapi said,

  June 25, 2017 @ 6:53 am

  વાહ! સરસ.
  સત્ય ફક્ત છે ઝંખા, મળવું ના-મળવું, એ ય શું ?
  બીજની રાતે પૂનમનો ચાંદો શોધું છું હું.

 2. Bhadreshkumar Joshi said,

  June 25, 2017 @ 10:00 am

  pl notify me of all the posts received on this. thanks.

 3. Pratibha Choksi said,

  June 25, 2017 @ 4:42 pm

  ના આ ‘જતઆયુ મ નથિ.

  હ્રિદય વલોવિ ના ખે ચે.
  સોરિ ગુજરઆતિ બરોબર લખાતુ નથિ. (મ્હારિજ નબલૈ)!!!!!!!!!!!!!!

 4. Pratibha Choksi said,

  June 25, 2017 @ 4:45 pm

  ના આ ‘જતઆયુ મ નથિ.

  હ્રિદય વલોવિ ના ખે ચે.
  સોરિ ગુજરઆતિ બરોબર લખાતુ નથિ. (મ્હારિજ નબલૈ)!!!!!!!!!!!!!!
  ેHeart churning.
  Undo able introspection.
  Hats off.

 5. Pratibha Choksi said,

  June 25, 2017 @ 5:05 pm

  સદાકાલ ના સન્ગ નિ જ્હખના જેવિ કૈ ભુલ્?

  Sadaakalna sangni Jhankha jevi kai bhul? (eternal truth brought out, heart churning) Kavi ke sant?

 6. Shivani Shah said,

  June 25, 2017 @ 7:29 pm

  આ તે સૂફી દોહરા કે જાણે માળામાં પરોવેલા અણમોલ મુક્તામણિ ? પ્રત્યેક દોહરો ફરી ફરીને વાંચ્યો…’ તલસ્પર્શી introduction’ is the most appropriate way to describe what they do to one..

 7. Girish Parikh said,

  June 26, 2017 @ 12:56 am

  કહી શકું એમ નથી કે સિતાંશુજીના સૂફી દોહરા હું પૂરા સમજી શક્યો છું — પણ એમની ગહનતાનો અણસાર તો પામી ચૂક્યો છું! દરેક દોહરાનો તલસ્પર્શી તથા હૃદયસ્પર્શી આસ્વાદ તીર્થેશજી કરાવશે તો આનંદ થશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment