સાવ જુઠું જગત, કોઈ તારું નથી,
મૂક સઘળી મમત, કોઈ તારું નથી.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મૂળિયા – મનીષા જોશી

મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ
મને હંમેશ ડરામણું લાગે છે.
પર્વતની ધાર પર ઉભેલા
એ વૃક્ષના મૂળિયાને કોઈ આધાર નથી
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે

નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા
એ વૃક્ષને જોઈને લાગે છે,
ધરતી જ છે સાવ છેતરામણી
ગમે ત્યારે છેહ દઈ દે.
વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં
સેવાયા વગરના ઈંડા
ક્યાં પડ્યાં ?
ન વૃક્ષ , ન ઈંડા
કાંઈ અવાજ નહી, કાંઈ નહી
હમણાં અહીં હતાં, હવે નથી
ભરી ભરી સૃષ્ટિમાંથી કંઈ આમ ઓછું થઇ જાય
અને આસપાસ કોઈ ફરક સુદ્ધાં નહી?
નીચે ખાઈમાં કંઈ દેખાતું નથી, છતાં લાગે છે કે,
ઈંડા હજી શોધી રહ્યાં છે, ગરમી ,
ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી.
વૃક્ષ હજુ ઝાવાં નાખી રહ્યું છે,
પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે
નિરાધાર વૃક્ષ
નોંધારાં ઈંડા.
ખાઈમાં ઘૂમરાતા , પવનમાં
નિ:શબ્દ વલોપાત છે.
પર્વતો સ્થિર , મૂંગામંતર
સાંભળી રહ્યા છે.
અકળાવી નાખે તેવી હોય છે ,
આ પર્વતોની શાંતિ.
મારે હવે જોવા છે,
આખા ને આખા પર્વતોને તૂટી પડતા
ખાઈનું રુદન
મોં ફાટ બહાર આવે તે મારે સાંભળવું છે.

– મનીષા જોશી

કવયિત્રીની લાક્ષણિક કવિતા છે આ !! ‘ પાકિઝા ‘ પિક્ચરમાં એક ડાયલોગ છે – ‘ યહ કોહરે કી ઝમીં ઉપર ધુંએ સે બની હુઈ દુનિયા હૈ જો કિસી કો પનાહ નહીં દે સકતી ‘ …..જે જમીનમાં વૃક્ષના મૂળિયાં છે તે જમીન-ભેખડ એટલે જગતની value system – પ્રત્યેક વ્યક્તિનું થઈ જતું/કરવામાં આવતું conditioning. પાયા જ નિર્બળ-નમાલા છે….ખાઈ એટલે રાગ-દ્વેષ ઇત્યાદિથી રચાતું અજ્ઞાનરૂપી કળણ… માનવી પ્રયત્ન કરે….તરફડે, પણ બહાર ન નીકળી શકે. જ્યાં સુધી ભૂમિ જ દગો આપતી રહેશે ત્યાં સુધી…………

5 Comments »

  1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    June 12, 2017 @ 3:44 AM

    સુંદર રચના

    આભાર.
    જય ભારત.
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  2. ketan yajnik said,

    June 12, 2017 @ 6:13 AM

    કૈક જુદું અર્થઘટન નીકળતું હતું જુદી જુદી રીતે સમગ્ર કાવ્ય ઘણીવાર વાંચ્યું અને માણ્યું અને અર્થઘટન વાંચ્યું। આઠથી ઇતિ સુધીયસૌનો આભાર

  3. Rakesh Thakkar, Vapi said,

    June 12, 2017 @ 9:22 AM

    સુંદર રચના

  4. shivani shah said,

    June 12, 2017 @ 5:00 PM

    હ્રદયસ્પર્શિ રચના !
    વિચાર કરતા કરિ મુકે એવિ …
    ઘસારો અને નવરચના ….

    ઝાવા ખાતુ ખિણમા ફન્ગોળાયેલુ નોધારુ વૃક્શ અને વણસેવેલા ઇન્ડા !
    મુન્ગામન્તર પર્વતો અને ચેતરામણી ધરતિ ..
    ખાઈમા વહેતિ બન્ધિયાર હવા..
    અને નિશબ્દ વલોપાત..

    and yet,
    ‘There are things known and there are things unknown, and in between
    are the doors of perception.’
    Aldous Huxley.

  5. shivani shah said,

    June 15, 2017 @ 10:06 PM

    એક ઘોર જન્ગલમા એક હરણિ બચ્ચાને જન્મ આપવાનિ તૈયારિમા હતિ. પણ એ ખુબ ગભરાયેલિ હતિ. એનિ એક બાજુ એક શિકારિ તિર-કામથુ ચડાવિને એને મારવા તૈયાર બેથો હતો, સામેનિ બાજુ એક સિન્હ મો ફાડીને બેથો હતો, ત્રિજિ બાજુ આગ લાગિ હતિ અને ચોથિ બાજુ ઉન્ડી નદિ હતિ. એણૅ
    જન્મ આપવા પર ધ્યાન આપ્યુ. એવામા જોરથિ વરસાદ પડયો અને ભયન્કર વિજળી થઈ. ઍ વિજળી શિકારિ પર પડી અને એ મર્યો એ પહેલા એણૅ તિર ફેન્ક્યુ જેનાથિ સિન્હ મરિ ગયો, વરસાદને લિધે આગ પણ શમિ ગઈ અને હરણીએ સુન્દર બચ્ચને જન્મ આપ્યો.
    so there are things known and there are things unknown and if we have right perception then in spite of all the odds things may work out favourably. Probably the other name of this perception could be શ્રધ્ધા !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment