વાત મીરાંની બધા કરતા રહ્યા,
એક રાણાની પીડા અકબંધ છે.
– પીયૂષ ચાવડા

(ગુમાનમાં) – ગિરીશ પોપટ ‘ગુમાન’

કોઈએ કીધું ખુશીને કાનમાં,
દર્દ લાવ્યું છે ઘણાંને જાનમાં.

જોઈ લઈએ જીત કોની થાય છે?
શબ્દ લાવો, મૌન છે મેદાનમાં.

ઘર ભરાતું જાય છે સામાનથી,
કૈંક ઓછું થાય છે ઈન્સાનમાં.

વ્યંગમાં ક્યારેક કહેવાયા હતા,
એ જ શબ્દો થ્યા રજૂ સન્માનમાં.

ચા ઉછીની લઈ પીવા કરતાં મને
પીવા ગમશે ઝાંઝવા વેરાનમાં.

જ્યારથી તેં સાથ આપ્યો, જિંદગી!
જીવ રહેવા માંડ્યો છે ‘ગુમાન’માં.

– ગિરીશ પોપટ ‘ગુમાન’

ગઝલ કાવ્યપ્રકારનું આકર્ષણ જ કંઈ એટલું પ્રબળ છે જે નિતનવા કવિઓ એને મહેબૂબા બનાવતા જોવા મળે છે. ગિરીશ પોપટ સુરતમાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી આવતી કાવ્યગોષ્ઠી-ગૂફ્તેગુના કારણે પરિચિત થયા. ઓછું લખે પણ જે લખે એની નોંધ લેવાની ફરજ પડે એવું. ટૂંકી બહેરની આ ગઝલના બધા જ શેર પાણીદાર થયા છે. પોતાના તખલ્લુસનો અર્થસભર વિનિયોગ કરી શકનાર જૂજ પ્રવર્તમાન ગઝલકારોમાં એનું નામ નોંધવું પડે.

7 Comments »

  1. Dr. Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

    May 18, 2017 @ 3:12 AM

    Waaah… Saras

  2. Girish popat said,

    May 18, 2017 @ 3:15 AM

    ખૂબ ખૂબ આભાર વિવેક ભાઈ

  3. સ્મિત પાઠક said,

    May 18, 2017 @ 4:31 AM

    જોઈ લઈએ જીત કોની થાય છે?
    શબ્દ લાવો, મૌન છે મેદાનમાં.

    એક
    વાહ વાહ સાહેબ !!!!

    ખરેખર જોરદાર!

  4. Shivani Shah said,

    May 18, 2017 @ 9:37 AM

    “ઘર ભરાતું જાય છે સામાનથી,
    કૈંક ઓછું થાય છે ઇન્સાનમાં ”

    વાહ કવિ !

  5. B. G. Manejawala said,

    May 18, 2017 @ 11:49 AM

    “જોઈ લઈએ જીત કોની થાય છે?
    શબ્દ લાવો, મૌન છે મેદાનમાં!”
    ======================

  6. આસિફખાન said,

    May 20, 2017 @ 1:49 PM

    વાહ
    ગિરીશ

  7. Rakesh Thakkar, Vapi said,

    May 21, 2017 @ 11:23 PM

    વાહ! શું ખુમારી છે!
    ચા ઉછીની લઈ પીવા કરતાં મને
    પીવા ગમશે ઝાંઝવા વેરાનમાં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment