સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
’ગની’ દહીંવાળા

આ કેવું સ્મિત છે – ભાવેશ ભટ્ટ

એના ચહેરા પર આ કેવું સ્મિત છે!
જેના લીધે આ નગર ભયભીત છે.

શિલ્પ એના જોઈ સમજાઈ ગયું,
શિલ્પી પોતે ક્યાંકથી ખંડિત છે.

વાત આ જાણે છે સૌ મારા સિવાય,
કે ખરેખર મારું શેમાં હિત છે.

અન્યનો છણકોય ટહુકો લાગતો,
જે સ્વયં ખુદથી જ અપમાનિત છે.

કેદ છે ગુમનામીના સૂરજમાં જે,
એમનો પડછાયો નામાંકિત છે!

કૈંકને તો હું જ ઓળખતો નથી!
મારું જીવન જેને આધારિત છે.

પાંદડાંઓ શિષ્ય માફક બોલતાં,
વાયરો જાણે કોઈ પંડિત છે!

– ભાવેશ ભટ્ટ

સરળ ભાષામાં વિચારતા કરી દે એવી ગઝલો લખવી એ ભાવેશ ભટ્ટનો ટ્રેડમાર્ક છે. એની ગઝલો વિશે ટિપ્પણી લખવાની જરૂર ભાગ્યે જ પડે. કવિતા અંગેની ટી.એસ. ઇલિયટની મશહૂર વ્યાખ્યા: ‘Genuine poetry can communicate before it is understood કહ્યું’ની જેમ જ એ વાંચતાવેંત પ્રત્યાયન સાધી લે છે અને તાળીઓ માંગી લે છે. પણ પછી થોડીવાર પછી એ બીજીવાર તાળી પાડવા મજબૂર કરી દે છે….

8 Comments »

 1. Chenam Shukla said,

  May 20, 2017 @ 3:06 am

  બધા જ શેર અર્થસભર ..વાહ

 2. Rina said,

  May 20, 2017 @ 6:13 am

  Waaahhhh

 3. Dr. Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

  May 20, 2017 @ 9:48 am

  Waaah Bhaveshbhai….
  Very true Vivekbhai…..

 4. Dr. Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

  May 20, 2017 @ 9:52 am

  વાહહ….સાચી વાત વિવેકભાઈ…અદ્ધભૂત ચમત્કૃતિ પણ સરળ બાની

 5. Neha said,

  May 20, 2017 @ 12:38 pm

  Waah waah
  badha sher saras… shilpi vaaLo vadhu gamyo.

 6. Rakesh Thakkar, Vapi said,

  May 21, 2017 @ 11:20 pm

  વાહ! ખરેખર તાળીઓ માગી લે એવી ગઝલ.
  કૈંકને તો હું જ ઓળખતો નથી!
  મારું જીવન જેને આધારિત છે.

 7. Lata hirani said,

  May 22, 2017 @ 2:05 am

  સરસ. બધા શેર ગમ્યા, ત્રીજો જરા વધારે.. વાહ..

 8. La' Kant Thakkar said,

  May 30, 2017 @ 3:07 am

  “કૈંકને તો હું જ ઓળખતો નથી!
  મારું જીવન જેને આધારિત છે.”

  ( હું જ મને નડતો-કનડતો ગમે ત્યારે!
  કેવી વિટંબણા છે, કે,ખુદને પામવા,
  ખુદને જ છેદવો,ભેદવો,ખોદવો પડે,
  કોણ મને નિરંતર આમ સંભોગે છે?!)
  *****
  કેમ ?…કેમ?…
  મૌનને અદલ ચીતરું તો કેમ? મને પડે મારા પર બહુ વહેમ!
  ખુદ આવરણો જો હટાવ્યા એમ, ખુદાની તરત થઇ ગઈ રહેમ!
  બાહ્યમાં ઠીકઠાક લાગે જેમ,ભીતરમાં તો ચાલે એમ ને એમ!
  તકલીફ મારી એ છે,’કઈંક’,હું મારી સાથે ખોટું એમ બોલું કેમ?
  ******
  .. [‘ ધી સર્ચ'[=ખોજ] ‘કેરી ઓન મેડ-ક્રેઝી ફ્રેન્ડ’!-

  “જે નથી તેને શોધવું”, કેવી રમત નહીં!?
  છતાંયે એ ન છોડવાની કેવી મમત? નહીં?
  તું ને હું એમાં સામેલ ! કેવી ગમ્મત,નહીં?
  બોલ? છે ઈચ્છા? બેઉ સંગે લાંગરશું? કે,નહીં?
  બેઉ સંગે પાંગરશું? બોલ,શક્ય એ છે કે નહીં?
  ******

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment