વાયુમાં વિશ્વાસનું કારણ હતું;
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

કલાધર્મ – સ્નેહી પરમાર

હવાને કહોને હવાધર્મ પાળે
ભલે બારણાં, બારણાધર્મ પાળે

કદી બ્હાર આવે, કદી જાય ભીતર
આ વૈરાગ પણ કાચબાધર્મ પાળે

બધાં જળને પોતાનું થાનક ગણે છે
ઘણાં એ રીતે માછલાધર્મ પાળે

એ બોલ્યું જો બદલે, નવાઈ ન પામો
ઊંચા માણસો તો ધજાધર્મ પાળે

ન આદત છૂટે ડંખવાની કદાપી
ભલે માણસો કંઈ વડાધર્મ પાળે

પીડાને એ પટરાણી માની નવાજે
કલમ પણ વધુ શું કલાધર્મ પાળે !

– સ્નેહી પરમાર

ધર્મ પ્રત્યય લગાડીને કવિએ તો કાફિયાનો રંગ જ સમૂચો બદલી નાંખ્યો. બારણાં ભલેને બારણાંનો ધર્મ પાળે, ભલેને બંધ રહે, હવાએ પોતાનો ધર્મ-તિરાડમાંથી પણ વહી નીકળવાનો ભૂલવો ન જોઈએ. એક શેર યાદ આવ્યો: ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર ચસોચસ; હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી. સમય વર્તીને કાચબો પોતાનું આખું શરીર ક્યારેક એની પીઠની ઢાલમાં સંકોરી લે, ક્યારેક બહાર કાઢે એ ગુણધર્મ સાથે આપણા સ્મશાનવૈરાગ્યને સાંકળીને કવિ ભારોભાર કટાક્ષ પણ કરી જાય છે. અંતિમ શેર પણ કળા અને પીડાનો અવિનાભાવી સંબંધ સુપેરે ઉજાગર કરી શક્યો છે.

તાજા સમાચાર મુજબ કવિના પુસ્તક ‘યદા તદા ગઝલ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2015 માટેનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે એ માટે કવિને ટીમ લયસ્તરો તરફથી અઢળક મબલખ સ્નેહાભિનંદન !

15 Comments »

  1. દેવાંગ ય said,

    April 20, 2017 @ 1:43 AM

    સુંદર ગઝલ..કવિને પારિતોષિક માટે ખૂબ ખૂબ અભિનંદન

  2. Pravin Shah said,

    April 20, 2017 @ 1:43 AM

    ખૂબ સુંદર ગઝલ… અભિનન્દન કવિ…

  3. સ્નેહી પરમાર said,

    April 20, 2017 @ 1:43 AM

    અદભુત આસ્વાદ . વિવેકભાઈ ! લયસ્તરો તો ઘરનું આંગણ , ઘરઆંગણે પોખણાં રૂડાં જ લાગે .
    ખુબ ખુબ આભાર, લયસ્તરો!

  4. shreyas said,

    April 20, 2017 @ 1:48 AM

    wah snehi jee wah

  5. jigar madhukant joshi said,

    April 20, 2017 @ 2:09 AM

    ખુબ ખુબ અભિનઁદન

  6. Dr. Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

    April 20, 2017 @ 3:19 AM

    Great Vivekbhai…. Waaah Snehi…

  7. સંજુ વાળા said,

    April 20, 2017 @ 3:27 AM

    સરસ ગઝલ
    સ્નેહીને અભિનંદન

  8. સુનીલ શાહ said,

    April 20, 2017 @ 4:02 AM

    હવાને કહોને હવાધર્મ પાળે
    ભલે બારણાં, બારણાધર્મ પાળે
    સાદ્યંત સુંદર ગઝલ…
    કવિના ગઝલસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક જાહેર કરાયું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન

  9. ચેનમ shukl said,

    April 20, 2017 @ 5:43 AM

    ‘સ્નેહી’…કવિના ગઝલસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક જાહેર કરાયું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન

  10. ddhruva1948@yahoo.com said,

    April 20, 2017 @ 8:24 AM

    પરિતોષિક માટે અભિનંદન. સુંદર ગઝલ.

  11. Girish Parikh said,

    April 20, 2017 @ 11:25 AM

    સ્નેહી પરમારની ગઝલ ગમી. પારિતોષિક મેળવવા બદલ મારા અંતરના અભિનંદન.
    વિવેકભાઈઃ તમે તો જાણો જ છો કે એપ્રિલ ૧૬મીએ જનક નાયકનું દુઃખદ અવસાન થયું છે. અલબત્ત, શબ્દદેહે જનકભાઈ અમર છે.
    ‘લયસ્તરો’ જનકભાઈને અંજલિ ક્યારે આપશે?
    –ગિરીશ પરીખ

  12. Rakesh Thakkar, Vapi said,

    April 20, 2017 @ 11:33 PM

    સાચી વાત કહી છે.
    ન આદત છૂટે ડંખવાની કદાપી
    ભલે માણસો કંઈ વડાધર્મ પાળે.
    કવિશ્રી સ્નેહીને હાર્દિક અભિનંદન!

  13. नरेश सोलंकी said,

    April 21, 2017 @ 12:10 AM

    सरस

  14. VIPUL PARMAR said,

    April 21, 2017 @ 12:43 AM

    કવિને પારિતોષિક માટે ખૂબ ખૂબ અભિનંદન !!!

  15. poonam said,

    May 3, 2017 @ 4:53 AM

    બધાં જળને પોતાનું થાનક ગણે છે
    ઘણાં એ રીતે માછલાધર્મ પાળે… Waah !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment