બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.
વિવેક ટેલર

(મરી શકતો નથી) – કુમાર જૈમિની શાસ્ત્રી

એક એકલતા મને તારા સુધી લઈ જાય છે
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી

તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.

કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે –
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

તું જશે તો આ જગત જાણી જશે તારા વગર
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.

સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.

– કુમાર જૈમિની શાસ્ત્રી

મત્લાનો અભાવ અને એકાદ જગ્યાએ નજીવા છંદદોષને બાદ કરીએ તો નખશિખ આસ્વાદ્ય રચના. પહેલા શેરમાં એકલતાની જે વિભાવના કવિ રજૂ કરે છે એ કદાચ પ્રણયમાં વિરહની સર્વોત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.

7 Comments »

 1. ketan yajnik said,

  April 21, 2017 @ 8:05 am

  બસ આ જ તો દોષઃ છે છંદમાં રહી શકતો નથી
  ને અછઁદાસ થઇ શકતો નથી

 2. lata hirani said,

  April 21, 2017 @ 1:28 pm

  સાચે જ પહેલો શેર કાબિલે દાદ છે.

 3. Dhaval Shah said,

  April 21, 2017 @ 3:42 pm

  એક એકલતા મને તારા સુધી લઈ જાય છે
  પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી

  વાહ !

 4. Pravin Shah said,

  April 21, 2017 @ 10:43 pm

  હું એકલો પાછો ફરી શકતો નથી … ખૂબ સુન્દર ગઝલ …

 5. Rakesh Thakkar, Vapi said,

  April 21, 2017 @ 11:54 pm

  વાહ! સુંદર રચના!
  કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે –
  કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

 6. ddhruva1948@yahoo.com said,

  April 22, 2017 @ 4:14 pm

  બધા જ શેર સુન્દર ….

 7. Maheshchandra Naik said,

  April 23, 2017 @ 2:18 am

  સરસ રચના,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment