‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.
ગની દહીંવાલા

(જુદો છે) – ભરત વિંઝુડા

કાલ કરતાં વિચાર જુદો છે
આજ થોડોક પ્યાર જુદો છે

એ જ છે કે સિતાર જુદો છે
અથવા એમાં જ તાર જુદો છે

સામસામે ફૂલો જ ફેંકેલાં
પણ પછીનો પ્રહાર જુદો છે

હું જે સમજું છું તે અલગ છે ને
તું કહે એનો સાર જુદો છે

ચાહવું તે ન ચાહવા જેવું
પ્રેમનો આ પ્રકાર જુદો છે

લોહી નીકળે તો સૌને દેખાડું
પણ અહીં મૂઢમાર જુદો છે

મારે અડવું નથી જરાય તને
મારા મનમાં વિકાર જુદો છે

– ભરત વિંઝુડા

સાવ સહજ સરળ ભાષા પણ એક-એક શેર પાણીદાર… ધીમેધીમે ખોલવા જેવા… વાહ કવિ!

10 Comments »

 1. જગદીશ કરંગીયા 'સમય' said,

  April 15, 2017 @ 7:40 am

  દુઆમાં રહેશે સદાય પહેલું તુજ નામ,
  કેમકે મારા પ્રેમનો એકરાર જુદો છે.

 2. Rakesh Thakkar, Vapi said,

  April 16, 2017 @ 5:26 am

  બહોત ખૂબ!
  હું જે સમજું છું તે અલગ છે ને
  તું કહે એનો સાર જુદો છે

 3. Pravin Shah said,

  April 16, 2017 @ 10:18 pm

  મારા મનમાં વિકાર જુદો છે… nice gazal as usual..

 4. Maheshchandra Naik said,

  April 16, 2017 @ 11:05 pm

  સરસ,સરસ,સરસ ગઝલ,બધા જ શેર મનભાવન…….કવિશ્રીને અભિનદન……આપનો આભાર…….

 5. Bharat Vinzuda said,

  April 17, 2017 @ 1:00 am

  લયસ્તરો માટે મારી ગઝલ પસંદ કરવા બદલ આભાર.

 6. poonam said,

  April 17, 2017 @ 2:50 am

  લોહી નીકળે તો સૌને દેખાડું
  પણ અહીં મૂઢમાર જુદો છે..
  – ભરત વિંઝુડા je baat..

 7. Shivani Shah said,

  April 19, 2017 @ 1:22 am

  “સામસામે ફૂલો જ ફેંકેલાં
  પણ પછીનો પ્રહાર જુદો છે”

  વાહ કવિ ! કાવ્યરસિકોને વિચારતા કરી મૂક્યા કે ફૂલ પછી પ્રહાર..એ વળી કેવો હશે ?
  ફૂલ ફેંકવાની બાબતથી હળવ- ફૂલ થયેલું વાંચકનું મન ‘પછીનો પ્રહાર’ શબ્દો વાંચીને
  રહસ્યમય થઈ જાય છે. .

 8. Sadashiv Shrotriya said,

  April 24, 2017 @ 10:50 pm

  Bharat’s poem amply illustrates that only a poet can explore and distinguish between some finer shades of human emotions .The kind of love that you felt yesterday for someone may undergo a subtle degree of change today.The kind of music you hear can have no exact substitute.The third stanza of the poem very poetically expresses the hypocrisy that we experience in the everyday behavior of people around us .Language may prove an inadequate means of communication . A relation may be a love-hate relation, difficult to define . There may be an injury invisible to others .There may be a desire not desiring its fulfillment.A poet of Bharat’s kind helps us in the refinement of our sensibility.We can’t do without poetry if we want to continue to evolve as better human beings.

 9. Nehal said,

  April 28, 2017 @ 12:07 pm

  વાહ! સરસ!

 10. yogesh shukla said,

  May 9, 2017 @ 10:01 pm

  વાહ કવિ શ્રી ,
  એક એક શેર દમદાર ,…

  સામસામે ફૂલો જ ફેંકેલાં
  પણ પછીનો પ્રહાર જુદો છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment