વેર લીધા પછી શું શાંતિ થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?
પ્રશાંત સોમાણી

બેસ્ટ છે – જય કાંટવાલા

બહુ વિચારે એને માટે વેસ્ટ છે
માણવા માંડો તો જીવન બેસ્ટ છે

આગનો દરિયો નથી તરવો હવે,
એના એક ટીપાનો અમને ટેસ્ટ છે.

પથ્થરોના જંગલોમાં દોડતા
પથ્થરો પાસે હવે કયા રેસ્ટ છે ?

આપણે યજમાન થઈ રહેવું સદા
સુખ અને દુઃખ જિંદગીમાં ગેસ્ટ છે

દોસ્ત! ટહુકાયુ કશું ઘોંઘાટમાં,
શહેરમાં નક્કી કવિતા ફેસ્ટ છે.

– જય કાંટવાલા

દાયકાઓ સુધી જનમાનસ પર કબ્જો જમાવી બેઠેલા કાવ્યપ્રકારો ગઝલનું આગમન થયા પછી હતા-ન હતા થઈ ગયા એનું કારણ ફક્ત બે જ પંક્તિની ગાગરમાં ગાગર સમાવી દેવાની એની કમાલ જ ગણી શકાય.પ્રસ્તુત ગઝલનો મત્લા આ વાતની પુષ્ટિ કરે છે. જિંદગી જીવવાની ફિલસૂફી જ એ છે કે જે ખુશી આવી એને ઝાઝું પિષ્ટપેષણ કર્યા વિના માણી લેવી. બીજો શેર જો કે થોડું ડિફેન્સીવ રમે છે. સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં રહી-રહીને ખુદ પથ્થર જેવા થઈ ગયેલા માણસોના ખિસ્સામાં આરામ નામની અસ્ક્યામત જ બચી નથી. સુખ અને દુઃખ -બંનેને યજમાનભાવે આવકારતો શેર રુમીની “અતિથિગૃહ” રચનાની યાદ અપાવે છે. ઘોંઘાટની વચ્ચે પણ ટહુકી શકે એ જ કવિતા. અંગ્રેજી કાફિયા પણ બિલકુલ ગુજરાતી લિબાસ પહેરીને દૂધમાં સાકરની જેમ ગઝલમાં પ્રવેશી ગયા છે.

11 Comments »

  1. Pravin Shah said,

    May 5, 2017 @ 1:09 AM

    તમારિ પણ આ ગઝલ બેસ્ટ ચ્હે

  2. Sandhya Bhatt said,

    May 5, 2017 @ 5:38 AM

    સરસ વાત હળવા અંદાઝમા…..મઝા આવી

  3. Shivani Shah said,

    May 5, 2017 @ 11:34 AM

    આપણે યજમાન થઈ રહેવું સદા
    સુખ અને દુઃખ જિંદગીમાં ગેસ્ટ છે

    જીવન જીવવું અને સાક્ષીભાવે તેને નિરખવું..

  4. Bhupesh Raval said,

    May 5, 2017 @ 2:48 PM

    Kharekhar, aa gazal best chhe !

  5. Maheshchandra Naik said,

    May 6, 2017 @ 2:36 AM

    સરસ,બેસ્ટ ગઝલ ……..

  6. Rakesh Thakkar, Vapi said,

    May 6, 2017 @ 11:17 PM

    સુંદર ગઝલ ! જય હો! વિવેકભાઇનો પણ આભાર! સરસ.

  7. હેમંત પુણેકર said,

    May 8, 2017 @ 2:09 AM

    સુંદર ગઝલ!

  8. સુનીલ શાહ said,

    May 8, 2017 @ 6:40 AM

    વાહ….સરસ ગઝલ.

  9. સૌરભભાઈ ભટ્ટ said,

    May 12, 2017 @ 2:41 PM

    આ રચના પણ બેસ્ટ છે…

  10. સંજય દેસાઈ said,

    March 26, 2018 @ 2:59 PM

    શબ્દોની ચમત્કૃતિ ઉભી કરવાનો નબળો પ્રયાસ. કદાચ છંદ અને મીટર બંને ઠીક નથી. અંગ્રેજી શબ્દોના કાફિયા રચનાને અત્યંત સસ્તી બનાવી દે છે.

  11. વિવેક said,

    March 27, 2018 @ 2:17 AM

    @ સંજય દેસાઈ:

    પ્રતિભાવ બદલ આભાર. કવિતાની કરામત જ એ છે કે એ કોઈને ગમે અને કોઈને ન પણ ગમે. પ્રામાણિક અભિપ્રાય અમને સદા વધુ પસંદ આવે છે. છંદ અને મીટર એક જ વસ્તુ છે અને આ ગઝલમાં છંદ બિલકુલ ઠીક છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment