તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

ભીનાશ – જવાહર બક્ષી

બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય

તું પાસ હોય એવી રીતે ગાઉં છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય

તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય

ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય

તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય

થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
તારા અભાવને કહે આંખ સુધી ન જાય

– જવાહર બક્ષી

7 Comments »

 1. Dhaval Shah said,

  March 14, 2017 @ 9:30 am

  તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
  મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય

  – સરસ !

 2. Maheshchandra Naik said,

  March 14, 2017 @ 4:13 pm

  સરસ,સરસ…..

 3. Maheshchandra Naik said,

  March 14, 2017 @ 4:15 pm

  સરસ,સરસ…..કવિશ્રીને અભિનદન્…..

 4. Rakesh Thakkar, Vapi said,

  March 14, 2017 @ 11:16 pm

  ક્યા બાત!
  થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં,
  તારા અભાવને કહે આંખ સુધી ન જાય.

 5. Harshad said,

  March 15, 2017 @ 6:02 pm

  સુન્દર રચના!!

 6. Keyur said,

  March 16, 2017 @ 5:02 am

  ખૂબ જ સુંદર…

 7. La' Kant Thakkar said,

  March 18, 2017 @ 7:28 am

  “બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
  આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય”
  શક્યતાઓ,તરવરાટ….કોનાં ?
  મનમાં ને મનમાં ….કાલ્પનિક સુખ/દુઃખના ભાવ મારાજ !કોઈ શું કરે ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment