આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ
ભરત વિંઝુડા

કેકટસની કુંડળી – પંકજ વખારિયા

કેકટસની કાઢ કુંડળી, કંઈ જોષ જોઈએ,
પુષ્પિત થવામાં શો નડે છે દોષ, જોઈએ !

પિત્તળનો છે કે હેમનો એ ચર્ચા છોડીને
ગૂંજે છે કેવો ઘંટથી અનુઘોષ, જોઈએ.

એના અકળ અનુક્તનો તારવવો હોય અર્થ,
ભાષાથી પર વિશેષ કોઈ કોષ જોઈએ.

પ્હોંચાડવા પ્રણયની તલબને ચરમ હદે,
બીજી બધી જ વાતમાં સંતોષ જોઈએ.

ચાતક સમી તપસ્વી તરસ પાળવી પડે,
સિંધુ સમો જો બિંદુથી ૫રિતોષ જોઈએ.

– પંકજ વખારિયા

પ્રવતમાન પેઢીના દસ ઉત્તમ ગઝલકારોના નામ લેવા હોય તો પંકજ વખારિયાનું નામ અવગણી ન શકાય. મત્લા તો જુઓ સાહેબ ! કેકટસ ઉપર ચુસ્ત કાફિયા સાથે આવો દમદાર મત્લા મળવો અશક્ય છે. બીજો શેર પણ એવો જ મજાનો. માણસ કઈ જ્ઞાતિ, ધર્મ કે કુળનો છે એ જોવાને બદલે એનો સ્વભાવ, એનાં કર્મ જોવા જોઈએ. અને પ્રિયતમના મૌનને દુન્યવી શબ્દકોષથી તો કેમ સમજાવી શકાય! ભૂખે ભજન ન હોય ગોપાલા… બાકીની બધી જ વાતમાં સંતુષ્ટિ હોય તો અને તો જ તમારી તરસ ચરમસીમાએ પહોંચી શકે. અને જે રીતે મત્લા અભૂતપૂર્વ થયો છે એ જ રીતે આખરી શેર પણ અમર થવા સર્જાયો છે. ચાતકની તપસ્વી સમકક્ષ તરસની ચરમસીમા અને બિંદુમાં સિંધુની સૂક્તિને કવિ જે રીતે નહીં સાંધો, નહીં રેણની કળાથી સંગોપીને અર્થની ચમત્કૃતિ સર્જી છે એ સાચે જ શબ્દાતીત છે…

10 Comments »

 1. મીના છેડા said,

  February 25, 2017 @ 1:40 am

  પિત્તળનો છે કે હેમનો એ ચર્ચા છોડીને
  ગૂંજે છે કેવો ઘંટથી અનુઘોષ, જોઈએ.
  ખરેખર !

 2. Vipul said,

  February 25, 2017 @ 2:14 am

  વાહ એક એક શેર નવીનતાથી ભરપૂર

 3. pranlal sheth said,

  February 25, 2017 @ 5:34 am

  ઈન્સ્તએદ ઓફ વ્રિતિગ પોએતરિ ઓન
  અતુસ ઇત શોઉલ્દ બે બેત્તેર વેઇતે ઓન ઇત્સ રેમેદિએસ્

 4. Bhadreshkumar Joshi said,

  February 25, 2017 @ 10:51 am

  Shri Pranlal Sheth wants to say:

  Instead of writing poetry on
  it should be better on its remedies

 5. RAKESH THAKKAR, Vapi said,

  February 25, 2017 @ 11:15 am

  Very nice gazal
  પિત્તળનો છે કે હેમનો એ ચર્ચા છોડીને
  ગૂંજે છે કેવો ઘંટથી અનુઘોષ, જોઈએ.

 6. Maheshchandra Naik said,

  February 25, 2017 @ 3:08 pm

  ચાતક સમી તપસ્વી તરસ પાળવી પડૅ!
  સિંધુ સમો જો બિંદુથી પરિતોષ જોઈએ.
  સરસ ગઝલ અને બધા જ શેર મનભાવન ……..
  કવિશ્રીને અભિનદન અને આપનો આભાર………..

 7. Girish said,

  February 25, 2017 @ 4:11 pm

  Wahh khub j Saras gazal

 8. Ketan Yajnik said,

  February 26, 2017 @ 12:08 am

  ખાતલે મ્પ્તિ ખોદ્

 9. Rasik Dave. said,

  March 2, 2017 @ 5:58 am

  ખૂબ સરસ ગઝલ. અભિનંદન.

 10. Pankaj Vakharia said,

  March 4, 2017 @ 10:57 pm

  આભાર મિત્રો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment