ભીતરથી ઊઠે એનો ક્યાં જઈ થઈ શકે ઇલાજ ?
દીપકનો દાહ હોય તો ઝટ જાવ વડનગર.
વિવેક મનહર ટેલર

સ્ટેપ્લર – અનિલ ચાવડા

ચમકતું સ્ટીલ જેવું
લાલ પટ્ટીવાળું
લાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતું
ને
વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું
એક સ્ટેપ્લર હતું મારી પાસે
નકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોને
ઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાં
હમણાથી એ ભાગ થોડો વધારે પડતો વળી ગયો છે
કંઈ પણ ખોટી રીતે સ્ટેપલ થઈ જાય તો ઉખાડી નથી શકાતું
પીન પણ બરોબર નથી લાગતી કાગળોમાં
સંબંધો વિખેરાઈ જાય છે
ફાટી પણ જાય છે
ક્યારેક હાથમાં વાગી જાય તો લોહીઝાણ થઈ જાય છે આંગળી
બહુ મથ્યો તેને રિપેર કરવા
પણ ન થયું તે ન જ થયું
છેવટે દુકાને ગયો, રિપેર કરાવવા
દુકાનદાર કહે,
‘સ્ટેપ્લર તે કંઈ રિપેર કરાવવાનું હોય? બદલી નાખવાનું હોય!’
પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
અને હું એને બદલી નથી શકતો.

– અનિલ ચાવડા

ધારદાર……

11 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    February 20, 2017 @ 2:15 AM

    Jordaar..

  2. ddhruva1948@yahoo.com said,

    February 20, 2017 @ 9:38 AM

    સ્ટૅપ્લરની પીનો જેવી અણીદાર કવિતા…

  3. આસિફ્ખાન said,

    February 20, 2017 @ 12:33 PM

    અણીદાર રચના

  4. Vinod Patel said,

    February 20, 2017 @ 2:29 PM

    કવિ અનિલભાઈ કોઈ પણ વિષય પર કવિતા લખી શકે છે એ આ સ્ટેપલર પરની એમની કવિતા વાંચીને લાગે છે.
    પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
    અને હું એને બદલી નથી શકતો.
    કાવ્યના અંતની આ બે પંક્તિઓમાં કાવ્યની ખૂબી છે. નવું ભૌતિક સ્ટેપલર તો બજારમાં જઈને નવું ખરીદી શકાય પણ એમની છાતીમાં સંબંધોને જોડતું જે સ્ટેપલર છે એને બદલી નથી શકાતું .

  5. Ketan Yajnik said,

    February 21, 2017 @ 12:59 AM

    સરસ્

  6. અનિલ ચાવડા said,

    February 21, 2017 @ 2:59 AM

    લયસ્તરો ટીમનો દિલથી આભાર…

    પ્રતિભાવ આપનાર સહુ મિત્રોનો પણ આભાર…

  7. Rohit kapadia said,

    February 21, 2017 @ 3:50 AM

    હવે લોકો સ્ટેપલર બદલી નાખે છે પહેલાંના જમાનામાં લોકો શક્ય હોય ત્યાં સુધી રિપેર કરવાની કોશિષ કરતાં. સરસ રચના. ધન્યવાદ.

  8. beena said,

    February 22, 2017 @ 10:11 PM

    સ-રસ રચના.સ્વ -અનુભવને ધારદાર વ્યક્ત કરતી રચના.અભિનંદન.
    જો આ માત્ર વ્યથાકથા હોય તો મારે આગળ કાંઈ કહેવું નથી. કિંતુ જો આ વ્યથાને દૂર કરવી હોય તો સ્ટેપલર રીપેરની વ્યવસ્થા થઈ જ જાય.
    મીરા -નરસિંહ મહેતા અને બીજા અનેક કહી ગયા તે ફરી ફરી યાદ કરાવી શકું . કે છાતીમાં રહેલા સ્ટેપલર ને માત્ર ઈશ્વર સાથેના પેપરના જોડાણ માટે જ વાપરવાનું શરૂ કરી દો.
    એક વાર એની સાથે જોડાયલા છો એની જાણ થઈ જાય પછી બધા કામના કાગળો આપોઆપ જોડાઈને જ આવશે અને નકામા કાગળો આપોઆપ દૂર થઈ જશે,અને નિંરાંતે કહી શકશો
    ” ભલુ થયું ભાંગી જંજાળ “—-બીના ગાંધી કાનાણી
    🙂 🙂 🙂

  9. Pushpakant Talati said,

    February 23, 2017 @ 4:23 AM

    હું બેીના બહેન નાં અભિપ્રાય સાથે ૧૦૦% સહમત છું.
    બેીનાબહેન તમોએ ખુબ જ સાચેી વાત કહી છે.

  10. Rasila Kadia said,

    February 24, 2017 @ 12:10 AM

    વાંચિને મને મારેી કવિતા-ખાંપો- યાદ આવેી ગઇ.લાંબેી ચ્હે તેથેી મોૂકતેી નથેી.
    કલમ-૪માં છ્પાઈ છે.

  11. nilam doshi said,

    February 10, 2020 @ 3:02 PM

    વાહ્..વાહ્. છેલ્લી બે લાઇન તો… superb…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment