હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.
-મરીઝ

તું ગઝલ તારી રીતે લખ – મનોજ ખંડેરિયા

એ વિરહને ખણે તો ખણવા દે,
રાતે તારા ગણે તો ગણવા દે…

પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે…

તારી ‘ના’ છો દબાઈ જાતી, એ,
હા મહીં હા, ભણે તો ભણવા દે…

ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણે તો લણવા દે…

એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે…

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે…

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે…

– મનોજ ખંડેરિયા

એક નોખા જ અંદાઝની ગઝલ…..જાણે શાયર છેડાઈ ગયા છે…..ક્રોધિત છે !

4 Comments »

  1. Maheshchandra Naik said,

    February 14, 2017 @ 9:55 PM

    સરસ,સરસ….

  2. Shivani Shah said,

    February 15, 2017 @ 1:19 AM

    ચાડિયો થઈને પોતે ખેતરનો,
    મોલ લીલો લણે તો લણવા દે…

    નિર્જીવ, નિષ્ક્રિય ચાડિયો અને લીલો મોલ !
    ઉપરથી ભણેશ્રી અને ‘પોતાને ગાલીબ ગણે તો ગણવા દે’….કોઈ વ્યક્તિ પર કેટલો કંટાળો. ..

  3. લલિત ત્રિવેદી said,

    February 21, 2017 @ 5:19 AM

    વાહ

  4. JAYANT A . SHAH said,

    February 27, 2017 @ 8:53 AM

    સુન્દર !!! વાહ ! વાહ !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment