આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.
વિવેક મનહર ટેલર

સમજાય છે – સંધ્યા ભટ્ટ

એકધારા કામથી અકળાય છે,
એટલે આ મોસમો બદલાય છે.

કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે !

કોણ કહે, પાષાણને ભાષા નથી ?
પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !

જયારે કોઈ પંખીનો માળો તૂટે,
વૃક્ષ પણ સાથે જ ત્યાં વીંધાય છે.

વન અને વનવાસીને જોયા પછી,
દેહ ને આત્મા વિશે સમજાય છે.

– સંધ્યા ભટ્ટ

બારડોલીથી સંધ્યા ભટ્ટ એમનો બીજો કાવ્યસંગ્રહ “શૂન્યમાં આકાર” લઈને આવ્યા છે. લયસ્તરોના આંગણે એમનો સહૃદય સત્કાર. એમની આ ગઝલ જૂની-જાણીતી અને મારી માનીતી હોવા છતાં લયસ્તરો પર છેક આજે પધારી છે. બધા જ શેર સરળ અને સંતર્પક.

16 Comments »

  1. જગદીશ કરંગીયા 'સમય' said,

    May 4, 2017 @ 1:12 AM

    અતિ સુંદર,

    ઘાયલ સાહેબના શબ્દોમાં કહીએ તો,

    “સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે,
    ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાય છે.”

  2. Pravin Shah said,

    May 4, 2017 @ 1:47 AM

    સાવ સરળ અને ખુબ સુન્દર !

  3. લક્ષ્મી ડોબરિયા said,

    May 4, 2017 @ 2:45 AM

    જી.. હા. બિલકુલ સાચું.
    બધા જ શેર સરળ અને સંતર્પક.
    ખૂબ ખૂબ આનંદ સાથે અભિનંદન.. સંધ્યાબેન.

  4. Bharat A Trivedi said,

    May 4, 2017 @ 4:33 AM

    સુંદર ગઝલ .

  5. Sandhya Bhatt said,

    May 4, 2017 @ 7:44 AM

    આભાર ,વિવેકભાઈ….
    આભાર ,દોસ્તો…સરાહના કરવા માટે….

  6. ketan yajnik said,

    May 4, 2017 @ 8:23 AM

    બીજા સંગ્રહ બાદલ અભિનંદન અને શુભેચ્છાઓ

  7. sharad mody said,

    May 4, 2017 @ 2:32 PM

    monotony is the another name of changing world .
    a novel idea represented in lucid language

  8. ઢીંમર દિવેન said,

    May 4, 2017 @ 9:56 PM

    વાહ, બધા જ શેર ભારી

  9. Gaurang Thaket said,

    May 4, 2017 @ 9:58 PM

    વાહ વાહ… સરસ ગઝલ ….

  10. Hasmukhbhai Gadhia said,

    May 4, 2017 @ 10:05 PM

    Khub khub Abhinandan,Sandhyabahen.

  11. Deepak Trivedi said,

    May 5, 2017 @ 10:49 AM

    અભિનન્દન

  12. Deepak Trivedi said,

    May 5, 2017 @ 10:51 AM

    અભિનન્દન આપના બેીજા સન્ગ્રહ માટે ….

  13. Bhupesh Raval said,

    May 5, 2017 @ 2:41 PM

    What a gazal !

  14. Rakesh Thakkar, Vapi said,

    May 6, 2017 @ 11:20 PM

    સરસ ગઝલ.
    બહોત ખૂબ!
    કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
    સૌની સામે રોજ ડૂબી જાય છે !
    “શૂન્યમાં આકાર” માટે અભિનંદન અને શુભેચ્છાઓ…

  15. yogesh shukla said,

    May 9, 2017 @ 9:55 PM

    આ શેર બહુજ ગમ્યો ,,,

    કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
    સૌની સામે રોજ ડૂબી જાય છે !

  16. સૌરભભાઈ ભટ્ટ said,

    May 12, 2017 @ 2:48 PM

    જ્યારે કોઈ પંખીનો માળો તૂટે….
    વૃક્ષ પણ સાથે જ ત્યાં વિંધાય છે….

    ખૂબજ સરસ હ્રદયસ્પર્શી રચના…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment